Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયા બચ્ચનનો આ લૂક કદાચ તમે પણ નહીં જોયો હોય, અમિતાભે શૅર કરી તસવીર

જયા બચ્ચનનો આ લૂક કદાચ તમે પણ નહીં જોયો હોય, અમિતાભે શૅર કરી તસવીર

05 March, 2020 01:11 PM IST | Mumbai Desk

જયા બચ્ચનનો આ લૂક કદાચ તમે પણ નહીં જોયો હોય, અમિતાભે શૅર કરી તસવીર

અમિતાભ બચ્ચને શૅર કરી જયા બચ્ચનની તસવીર

અમિતાભ બચ્ચને શૅર કરી જયા બચ્ચનની તસવીર


હાલ સોશિયલ મીડિયા પર જૂની તસવીરોને શૅર કરવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. આ જ કડીને જોડતાં અમિતાભ બચ્ચને પણ પોતાના સોશિયલ મીજિયા પર એવી તસવીર શૅર કરી છે, જેના પર તેમના ચાહકોની ઘણી બધી કોમેન્ટ્સ આવી રહી છે. હકીકતે, બિગ બીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પત્ની જયા બચ્ચનની જૂની તસવીર બંગાળી ફિલ્મ 'ડૉક્ટર બાબૂ'ની છે. આમાં જયા બચ્ચને સ્વામી વિવેકાનંદનું પાત્ર ભજવ્યું હતું.

અમિતાભ બચ્ચને તસવીર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, "બંગાળી ફિલ્મ 'ડગ્ટર બાબૂ'માં જયાએ ભજવ્યું હતું વિવેકાનંદનું પાત્ર, પણ આ ફિલ્મ પૂરી ન થવાને કારણે ક્યારેય રિલીઝ ન થઈ." અમિતાભ બચ્ચને શૅર કરેલી આ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં તમે જયા બચ્ચનનો સ્વામી વિવેકાનંદવાળો લૂક જોવા મળશે. આ ગેટઅપમાં જયા ખૂબ જ સરસ દેખાય છે.



 
 
 
View this post on Instagram

Jaya .. in film ‘Dagtar Babu’ in Bengali playing Vivekanand .. film could not be completed

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onMar 4, 2020 at 12:11pm PST


આમ તો ફોટોઝ સિવાય અમિતાભ સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતે લખેલી કવિતાઓ પણ શૅર કરતાં હોય છે. બિગબીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ ટૂંક સમયમાં જ આયુષ્માન ખુરાના સાથે 'ગુલાબો સિતાબો' ફિલ્મમાં દેખાવાના છે. સાથે જ 'બ્રહ્માસ્ત્ર'માં પણ તે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા અને રણબીર મુખ્ય પાત્રોમાં હશે.


તાજેતરમાં જ ફિલ્મના સેટ પરથી તેમની અને આલિયાની એક તસવીર પણ આવી હતી જે અમિતાભે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તે તસવીરમાં મહાનાયક, આલિયાને ભેટતા દેખાતાં હતા. આ ફિલ્મ અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહી છે. ચર્ચાઓ પ્રમાણે 4 ડિસેમ્બરના આ ફિલ્મ રિલીઝ થશે. તેની સાથે 'ઝુ્ંડ' અને 'ચહેરે'માં પણ અમિતાભ કામ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 01:11 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK