અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે શૅર કરી તસવીર, કહ્યું આ...

Published: Oct 18, 2019, 13:38 IST | મુંબઈ ડેસ્ક

આ તસવીર પર મિક્સ કોમેન્ટ્સ આવી રહી છે. કેટલાક લોકો તેમની સ્વસ્થતાની કામના કરે છે તો કેટલાક લોકો તેના સ્વાસ્થ્ય વિશે જાણવા ઉત્સુક છે.

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયતને લઇને છેલ્લા ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અંતે ખુલાસો થયો કે અમિતાભ બચ્ચન રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો દરમિયાન અમિતાભ બચ્ચનના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ પણ કરવામાં આવ્યું. જેમાં તેમણે જયા બચ્ચન પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરી છે. અમિતાભ બચ્ચને એક તસવીર શૅર કરી છે, જેમાં અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન દેખાય છે. બન્નેની આ તસવીર કોઇક એક્ઝિબિશનની દેખાય છે અને અમિતાભ, જયા બચ્ચનની પાછળ ઊભા છે. અમિતાભે આ તસવીર સાથે લખ્યું છે, "સુંદરતાની સ્પર્ધા આજે સંપૂર્ણપણ ટોંચ પર હતી, આજે એક ચંદ્ર બીજાની રાહ જોઇ રહ્યો હતો."

તેમણે વધુમાં લખ્યું હતું કે ‘કરવા ચૌથની હાર્દિક શુભેચ્છા, તેમને જે પ્રણ લે છે પતિના જીવન માટે.’ આ તસવીર પર મિક્સ કોમેન્ટ્સ આવી રહી છે. કેટલાક લોકો તેમની સ્વસ્થતાની કામના કરે છે તો કેટલાક લોકો તેના સ્વાસ્થ્ય વિશે જાણવા ઉત્સુક છે.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

ચર્ચા છે કે અમિતાભ ત્રણ દિવસથી હોસ્પિટલમાં છે અને તેમને રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળશે. જો કે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના રેગ્યુલર ચેકઅપ માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ ચર્ચાની કોઇ જ ઑફિશિયલ માહિતી નથી. આ પહેલા પણ અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથેની તસવીર શૅર કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK