Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશમાં શુભચિંતકોનો આભાર માન્યો અમિતાભ બચ્ચને

હિમાચલ પ્રદેશમાં શુભચિંતકોનો આભાર માન્યો અમિતાભ બચ્ચને

06 December, 2019 09:58 AM IST | Mumbai

હિમાચલ પ્રદેશમાં શુભચિંતકોનો આભાર માન્યો અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


હિમાચલ પ્રદેશના મનાલીમાં ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહેલા અમિતાભ બચ્ચને ત્યાંના શુભચિંતકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે. મનાલીમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ શૂટિંગ કરી રહ્યાં છે. મનાલી પહોંચતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. મનાલીમાં બરફવર્ષા સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તેઓ અહીં માઇનસ ૩ ડિગ્રીમાં શૂટિંગ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશની પારંપરિક ટોપી પહેરેલો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ઉમળકાભેર પ્રેમ કરનારા અને હંમેશાં હસતો ચહેરો રાખનારા હિમાચલ પ્રદેશના શુભચિંતકો અને ખાસ કરીને તો અમે જ્યાં કામ કરી રહ્યા છીએ એ મનાલી. તમારા સૌના પ્રેમ અને ઉદાર કાળજી માટે આભાર. મેં તેમનો પારંપરિક પોષાક પહેર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 09:58 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK