Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણો પૌત્રી આરાધ્યા કેમ હેરાન કરે છે દાદા અમિતાભ બચ્ચનને

જાણો પૌત્રી આરાધ્યા કેમ હેરાન કરે છે દાદા અમિતાભ બચ્ચનને

06 April, 2019 04:05 PM IST |

જાણો પૌત્રી આરાધ્યા કેમ હેરાન કરે છે દાદા અમિતાભ બચ્ચનને

અમિતાભ બચ્ચન પૌત્રી આરાધ્યા સાથે

અમિતાભ બચ્ચન પૌત્રી આરાધ્યા સાથે


બોલીવૂડના એંગ્રી યંગમેન તરીકે જાણીતા અમિતાભ બચ્ચને પણ કોઈ હેરાન કરી શકે છે તે બીજું કોઈ નહીં તેમની પૌત્રી આરાધ્યા છે. અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની પૌત્રી આરાધ્યા ઘણી વાર તેમના વર્કિંગ ડેસ્કને ખરાબ કરી નાખે છે જો કે તેમને આ ગમે છે. અમિતાભ બચ્ચને સ્ટારી નાઈટ્સ 2.0ની સીઝનની ફાઈનલમાં આ વાત કહી હતી.

અમિતાભ બચ્ચનનું કહેવુ છે કે, 'તે તેમની પૌત્રી આરાધ્ય અને પુત્રી શ્વેતા નંદાના બાળકો નવ્યા નવેલી અને અગત્સ્યને ખુબ પ્રેમ કરે છે અને તેમને લાડ-પ્રેમથી બગાડવા પણ માગે છે પણ ધ્યાન રાખે છે તેમના માતા પિતા આનો વિરોધ ન કરે.'. આરાધ્યા હમણા પણ દાદાના વર્કિંગ ડેસ્કને ક્યારેય પણ બગાડી નાખે છે. આરાધ્યા અમિતાભની પેન સાથે ગમે ત્યાં કઈ પણ લખી નાખે છે અથવા તેમનું લેપટોપ લઈને તેની સાથે રમવા લાગે છે. અમિતાભને આ ગમે છે અને આ એક સારો અનુભવ હોવાનું તેમનું માનવું છે.



અમિતાભ બચ્ચન બોલીવૂડમાં 50 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચને 15 ફેબ્રુઆરી 1969ના પોતાના કરીઅરની શરુઆત કરી હતી . અમિતાભ બચ્ચનને બાળકો સાથે રમવુ ઘણું ગમે છે. આરાધ્યા સાથે સાથે બીજા બાળકો સાથે પણ રમતા જોવા મળે છે અમિતાભ બચ્ચન.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 04:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK