Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાયલૉગનો ઉપયોગ કરી કોહલીને ન છેડવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

ડાયલૉગનો ઉપયોગ કરી કોહલીને ન છેડવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

08 December, 2019 12:34 PM IST | Navi Mumbai

ડાયલૉગનો ઉપયોગ કરી કોહલીને ન છેડવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


વેસ્ટ ઇન્ડીઝને ક્રિકેટનાં મેદાનમાં માત આપ્યા બાદ અમિતાભ બચ્ચને ઇન્ડિયન સ્કીપર વિરાટ કોહલીની પ્રશંસા કરી લોકોને તેનાથી દૂર રહેવા સલાહ આપી હતી. તેમની પ્રશંસાથી કોહલીએ પણ તેમને પ્રેરણાત્મક જણાવ્યાં હતાં. અમિતાભ બચ્ચને શુક્રવારે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થયેલી મૅચ બાદ તેમની ફૅમસ ફિલ્મ ‘અમર અકબર ઍન્થની’નો ડાયલૉગ ટ્‍‍વિટર પર લખ્યો હતો. વિરાટનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘યાર કિતની બાર બોલા મઇ તેરે કો... કી વિરાટ કો મત છેડ, મત છેડ, મત છેડ... પન સુનતાઇચ કિધર હૈ તુમ... અભી પર્ચી લિખ કે દે દિયા ના હાથ મેં !!! દેખ દેખ WI કા ચહેરા દેખ ; કિતના મારા ઉસકો, કિતના મારા !! (‘અમર અકબર ઍન્થોની’નાં ઍન્થની પ્રતિ માન સાથે)’

આ પણ વાંચો : ઇન્ડસ્ટ્રીમાં સેલરી ગૅપ પર બોલી કરીના - 'મને અક્ષય જેટલા પૈસા આપી દો'



અમિતાભ બચ્ચન પાસેથી મળેલી પ્રશંસાથી વિરાટે પણ તેમનો આભાર માન્યો હતો. ટ્‍‍વિટર પર વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘હા હા હા સર આ ડાયલૉગ ખૂબ ગમે છે. તમે હંમેશાં પ્રેરણા રહ્યાં છો.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 12:34 PM IST | Navi Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK