Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આરાધ્યા સાથે ગીતનું રેકૉર્ડિંગ કર્યું અમિતાભ બચ્ચને

આરાધ્યા સાથે ગીતનું રેકૉર્ડિંગ કર્યું અમિતાભ બચ્ચને

01 January, 2021 01:55 PM IST | Mumbai
Agency

આરાધ્યા સાથે ગીતનું રેકૉર્ડિંગ કર્યું અમિતાભ બચ્ચને

આરાધ્યા બચ્ચન સાથે અમિતાભ બચ્ચન

આરાધ્યા બચ્ચન સાથે અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે એક ગીત રેકૉર્ડ કર્યું છે. તેઓ એક રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બેઠા છે. સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ છે. જોકે એ જાણવા નથી મળ્યું કે આ ગીત શાના માટે છે. અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં ગીત ગાયાં છે. આરાધ્યા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘જ્યારે દાદા અને પૌત્રી એક સ્ટુડિયોમાં માઇક સામે બેઠાં હોય અને મ્યુઝિક બનાવતાં હોય.’

સ્ટુડિયોની અંદરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘આવતી કાલે સવારથી સેલિબ્રેશનની શરૂઆત થશે. પરંતુ શું કામ? આ તો માત્ર એક અન્ય દિવસ છે, વધુ એક વર્ષ છે. એમાં શું મોટી વાત છે? એના કરતાં તો ફૅમિલી સાથે બેસીને મ્યુઝિક બનાવીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 01:55 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK