70 કરોડનો ટૅક્સ ભર્યો અમિતાભ બચ્ચને

Apr 13, 2019, 08:47 IST

અમિતાભ બચ્ચને વર્ષ ૨૦૧૮-’૧૯ માટે 70 કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો છે. આ વાતની માહિતી તેમના પ્રવક્તાએ આપી હતી.

70 કરોડનો ટૅક્સ ભર્યો અમિતાભ બચ્ચને
બકરી સાથે વૉક કરતા બિગ બી - અમિતાભ બચ્ચન હાલમાં એક બકરી સાથે વૉક કરતાï જોવા મળ્યા હતા. તેઓ તામિલ ‘ઉયાર્ન્થા મનિથન’માં કામ કરી રહ્યા છે, જેને હિન્દીમાં ‘તેરા યાર હૂં મૈં’ નામે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના એક દૃશ્યમાં તેમની સાથે એક બકરી પણ ચાલતી જોવા મળી રહી છે. શૂટિંગ પરનો ફોટો અમિતાભ બચ્ચને ટ્વિટર પર શૅર કર્યો હતો. ફોટોમાં તેઓ સફેદ ધોતી-કુર્તામાં જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચને વર્ષ ૨૦૧૮-’૧૯ માટે 70 કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો છે. આ વાતની માહિતી તેમના પ્રવક્તાએ આપી હતી. અમિતાભ બચ્ચન લોકોને મદદ કરવા માટે જાણીતા છે. ખાસ કરીને તેઓ ખેડૂતોની લોન ચૂકવવા તરફ વધુ મદદ કરી રહ્યા છે. તેમણે બિહારના મુઝફ્ફરપૂરના ૨૦૮૪ ખેડૂતોની લોનની ચુકવણી કરી હતી. સાથે જ તેમણે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પણ ૧૦-૧૦ લાખ રૂપિયાની મદદ કરી હતી.

આ પણ વાંચો : સની લિયોનીએ બનાવ્યો એવો વીડિયો, કે જોત જોતામાં થઈ ગયો વાઈરલ

અમિતાભ બચ્ચને ૨૦૧૮માં આવેલી ‘૧૦૨ નૉટ આઉટ’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં કામ કર્યું હતું. આ વર્ષે તેમની ‘બદલા’ આવી છે જેણે ખૂબ સારો બિઝનેસ કર્યો છે. તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK