દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે પોતાને યોગ્ય નથી સમજતા અમિતાભ બચ્ચન

Published: Sep 27, 2019, 10:34 IST | મુંબઈ

અમિતાભ બચ્ચનનું માનવુ છે કે તેઓ આ બહુમૂલ્ય દાદા સાહેબ ફાળકે અવૉર્ડ માટે યોગ્ય નથી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું માનવુ છે કે તેઓ આ બહુમૂલ્ય દાદા સાહેબ ફાળકે અવૉર્ડ માટે યોગ્ય નથી. મંગળવારે જ સરકાર વતી જાહેર કરવામાં આવ્યુ હતું કે અમિતાભ બચ્ચનને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યુ હતું કે ‘દાદા સાહેબ ફાળકે અવૉર્ડ માટે મારા નામની જાહેરાત થતા ભરપૂર પ્રેમ અને પ્રશંસા મળી હતી. એ મારા માટે ખુશીની વાત છે. બરફને જેમ પિગળવાથી બચાવવા માટે એક બૉક્સમાં બંધ કરીને રાખવામાં આવે છે મારી હાલત હાલમાં એવી જ છે. મને સમજ નથી પડતી કે મારી સાથે હાલમાં શું થઈ રહ્યું છે.

આ પણ વાંચો : સલમાન ખાનને શુક્રવારે કોર્ટમાં થવું પડશે રજૂ, નહીં તો જામીન થઈ જશે રદ્દ

મને આ સન્માન મળી રહ્યું છે એનાથી હું શરમ અનુભવી રહ્યો છું કારણ કે મને ખબર છે કે હું આ સન્માનને લાયક નથી. એવુ લાગે છે કે તેમનાં નિર્ણયમાં કંઈ ભૂલ થઈ છે. આ સન્માનને કારણે તમારા પર સતત લોકોનું ધ્યાન રહે છે. આ એજ વસ્તુ છે જેના માટે અમે કલાકારો આખી જીંદગી એકાગ્રતાથી કામ કરીએ છીએ. એવામાં જ્યારે અમને એ વસ્તુ મળી જાય તો અમે એનાથી બચવા માટે આંખો પર ચશ્મા લગાવીએ છીએ, કારની વિન્ડોને બ્લૅક કરીએ છીએ અને સુરક્ષાકર્મીઓ સાથે હંમેશાં ફરતા હોઈએ છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK