Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૅક ટૂ બૅક ઘણી ફિલ્મોમાં દેખાશે મહાનાયક અમિતાભ બચ્ચન, કર્યું ટ્વીટ...

બૅક ટૂ બૅક ઘણી ફિલ્મોમાં દેખાશે મહાનાયક અમિતાભ બચ્ચન, કર્યું ટ્વીટ...

24 January, 2020 02:44 PM IST | Mumbai Desk

બૅક ટૂ બૅક ઘણી ફિલ્મોમાં દેખાશે મહાનાયક અમિતાભ બચ્ચન, કર્યું ટ્વીટ...

બૅક ટૂ બૅક ઘણી ફિલ્મોમાં દેખાશે મહાનાયક અમિતાભ બચ્ચન, કર્યું ટ્વીટ...


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હિન્દી સિનેમાને ઘણો લાંબો સમય આપ્યો છે. તેમણે પોતાની સખત મહેનતથી એક મુકામ હાંસલ કર્યો છે. 77 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિવ છે. આ ઉંમરમાં પણ તે એક પછી એક ફિલ્મો કરતાં દેખાય છે. આ કહેવું ખોટું નથી કે આજકાલના એક્ટર-એક્ટ્રેસથી તે વધારે વ્યસ્ત છે. તાજેતરમાં આ વાત બિગ બીએ પોતાના વ્યસ્ત શેડ્યૂલ વિશે માહિતી આપી છે. આ વાત તો બધાં જાણે છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ કહેવું પણ ખોટું નથી કે તેમના દિવસની શરૂઆત જ સોશિયલ મીડિયાથી થાય છે. અમિતાભ બચ્ચને પોતાની લાઇનઅપ ફિલ્મોની માહિતી ટ્વીટ કરીને આપી છે.




અમિતાભ બચ્ચન ટ્વિટક પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની અને ફેમિલી સાથે જોડાયેલી બધી જ માહિતી ચાહકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડે છે. તો તાજેતરમાં જ અમિતાભે ટ્વીટ કરીને પોતાના કામ વિશે ચાહકો સાથે વાત કરી. તેમણે ટ્વીટ કરી લખ્યું, "મારી આગામી ફિલ્મોનું લાઇનઅપ -17 એપ્રિલ 'ગુલાબો સિતાબો', 8 મે 'ઝુંડ' અને 17 જુલાઇ 'ચહેરે'." આ ટ્વીટમાં અમિતાભે આગળ લખ્યું, 'જીવન ચલતે કા નામ, ચલતે રહો સુબહ સામ'. આ પોસ્ટ પર ચાહકોના જબરજસ્ત રિએક્શન આવી રહ્યા છે.


આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે પોતાની આગામી ફિલ્મ 'ઝુંડ'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં 'ઝુંડ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ પૉઝિટિવ રિએક્શન મળ્યા છે. આ સિવાય બિગ બી ફિલ્મ 'ચહેરે' કરી રહ્યા છે. તેમાં તે એક્ટર ઇમરાન હાશ્મી સાથે દેખાશે. તો 'ગુલાબો સિતાબો' ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે દેખાશે. જણાવીએ કે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ કામ કરી રહ્યા છે, જેમાં તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK