ગુજરાત : શૂટિંગ દરમિયાન વિના ફરીયાદે તડકામાં 4 કલાક ઉભા રહ્યા અમિતાભ

Published: Dec 02, 2014, 03:33 IST

ગુજરાતમાં ચાલી રહેલા ‘પિકુ’ના શૂટિંગમાં ગઈ કાલે બિગ બી ચાર કલાક સુધી આ અવસ્થામાં તડકામાં ઊભા રહ્યા એ પછી પણ તેમણે એકેય વખત ફરિયાદ નહોતી કરીamitabhરશ્મિન શાહ


ડિરેક્ટર શૂજિત સિરકારની ‘પિકુ’નું શૂટિંગ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામ પાસેથી પસાર થતા હાઇવે પર થઈ રહ્યું છે. ગઈ કાલે આ હાઇવે પર બિગ બી અને દીપિકા પાદુકોણ વચ્ચે એક લાંબો સીન કરવાનો હતો, જે માટે બિગ બીએ ગળામાં કરોડરજ્જુના દુખાવામાં પહેરવામાં આવતો બેલ્ટ પહેરીને લગભગ ૪ કલાક સુધી રસ્તા પર ઊભા રહેવું પડ્યું હતું, પણ એ દરમ્યાન તેમણે એકેય વખત કોઈની સમક્ષ ફરિયાદ નહોતી કરી. બન્યું હતું એવું કે બિગ બી અને દીપિકા વચ્ચેના આ લાંબા સીનમાં અનેક અડચણ આવી રહી હતી. ક્યારેક દીપિકા ડાયલૉગ ભૂલી જતી હતી તો ક્યારેક કૅમેરામાંથી તે બહાર નીકળી જતી હતી. કોઈ વખત વાદળ સૂર્યની ઉપર આવી જતું હતું તો કોઈ વખત યુનિટના મેમ્બરો ભૂલ કરી બેસતા હતા. થઈ રહેલી આ ભૂલને કારણે વારંવાર રીટેક થતા હોવા છતાં બિગ બી એકેય વખત અકળાયા નહીં અને એકદમ ધીરજ સાથે તેમણે બધાને કો-ઑપરેટ કરીને શૉટ આપવાની કોશિશ કરી હતી. બધાની ભૂલને કારણે એ લાંબો સીન લગભગ ૧૮ વખત રીટેક થયો હતો એ પછી પણ સીન પૂરો નહોતો થઈ શકતો એટલે ફાઇનલી લોકેશન પર જ એ સીનને એડિટ કરવામાં આવ્યો અને એ સીન બે ટુકડામાં શૂટ કરવામાં આવ્યો હતો.

ગઈ કાલના શૂટિંગમાં સૌથી પહેલાં અમિતાભ બચ્ચન પહોંચ્યા હતા અને તેમણે સવારે સાડાઆઠ વાગ્યે કામ શરૂ કરી દીધું હતું, જ્યારે એ પછી દીપિકા અને બપોરે ઇરફાન ખાન પહોંચ્યો હતો. બપોર પછી ઇરફાન અને દીપિકા વચ્ચે આ જ હાઇવે પર એક કૉમેડી સીનનું શૂટિંગ થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK