અમૂલ પાસેથી પૈસા લેવાના આરોપ અંગે ટ્રોલર્સને બિગ બીનો જવાબ, કહ્યું આ...

Published: Aug 04, 2020, 16:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

એક ટ્રોલરે આરોપ મૂક્યો કે આ એડ માટે પણ અમિતાભ બચ્ચનને પેમેન્ટ કરવામાં આવી હશે. હવે આ ટ્રોલરને બિગબીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)
અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

અમિતાભ બચ્ચન કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા બાદ અમૂલે અભિનેતાને નામે એક પોસ્ટર શૅર કર્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનને અમૂલ ગર્લ સાથે બતાવવમાં આવ્યા છે અને પોસ્ટમાં લખ્યું કે, "AB બીટ્સ C!" આના પછી અમિતાભ બચ્ચને આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કરતા અમૂલનો આભાર માન્યો. પણ હેટર્સને આમાં પણ એક નવો એંગલ મળી આવ્યો.

એક ટ્રોલરે આરોપ મૂક્યો કે આ એડ માટે પણ અમિતાભ બચ્ચનને પેમેન્ટ કરવામાં આવી હશે. હવે આ ટ્રોલરને બિગબીએ જડબાતોડ જવાબ આપ્યો છે. અમિતાભે બ્લૉગમાં ટ્રોલરના કોમેન્ટ અને પોતાના જવાબનો સ્ક્રીનશૉટ શૅર કર્યો છે. ટ્રોલરે અમૂલના એડ પર કોમેન્ટ કરતા લખ્યું કે, "મફતમાં તો અમૂલ્ય નહીં બન્યા હોય, ચોક્કસ રકમ લીધી હશે. વર્ષે વર્ષે વધી હશે."

અમિતાભનો ટ્રોલર્સને જવાબ
અમિતાભ બચ્ચને ટ્રોલરના જવાબમાં લખ્યું કે, "ખૂબ જ મોટી ગેરસમજમાં જીવો છો તમે. જ્યારે હકીકત ખબર ન હોય તો તમારા સ્વચ્છ મોઢાને સ્વચ્છ રાખવા જોઈએ. ન તો હું અમૂલને એન્ડોર્સ કરું છું કે ન તો મેં ક્યારે કર્યા છે. તીર ચલાવતા પહેલા વિચારી લેવું જોઇએ. નહીંતર તે તમારા પર જ આવી શકે છે. જેવું અત્યારે થયું. તીરની જગ્યાએ જે રૂઢિપ્રયોગ છે આ વિષયે તે કંઇક બીજા પદાર્થનું વર્ણન કરે છે. મારી સભ્ય પરવરિશે મને તેનું વર્ણન કરતાં અટકાવી દીધી."

આ સ્ક્રીનશૉટની સાથે અમિતાભ બચ્ચને પિતાની કવિતાની બે પંક્તિઓ પણ શૅર કરી છે. લખ્યું છે કે, "... કહેને કી સીમા હોતી હૈ, સહને કી સીમા હોતી હૈ: કુછ મેરે ભી વશ મેં, કુછ સોચ સમજ અપમાન કરો મેરા, અબ મત મેરા નિર્માણ કરો."

નોંધનીય છે કે, કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે છેલ્લા કેટલાક દિવસ તેઓ નાણાવટી હૉસ્પિટલમાં રહ્યા, પણ હવે તેઓ કોરોના નેગેટિવ છે અને ઘરે પાછા આવી ગયા છે. પણ અભિષેક બચ્ચન હજી પણ હૉસ્પિટલમાં જ છે. ઐશ્વર્યા અને આરાધ્યા તેમના પહેલા જ કોરોનાને માત આપીને ઘરે આવી ગયાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK