અમિતાભની ફિલ્મ 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર રિલીઝ, પિતાની ફિલ્મ માટે અભિષેકની પોસ્ટ

Updated: Jan 21, 2020, 13:57 IST | Mumbai Desk

પિતાની આ ફિલ્મને લઈને અભિષેક બચ્ચન પણ ખૂબ જ એક્સાઇટેડ છે. આ પોસ્ટ શૅર કરતાંની સાથે અભિષેકે કૅપ્શન પણ જબરજસ્ત આપ્યું છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ પોતાની આગામી ફિલ્મ 'ઝુંડ'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. કાલે એટલે કે 20 જાન્યુઆરીના 'ઝુંડ'નું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું. તો હવે અમિતાભની ફિલ્મ 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર ટ્રેલરને લઈને અમિતાભ બચ્ચનના દીકરા અને બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે. 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પિતાની આ ફિલ્મને લઈને અભિષેક બચ્ચન પણ ખૂબ જ એક્સાઇટેડ છે. આ પોસ્ટ શૅર કરતાંની સાથે અભિષેકે કૅપ્શન પણ જબરજસ્ત આપ્યું છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' સ્લમ સૉકરના સંસ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું ટીઝર ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર અભિષેક બચ્ચને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યું છે. આ પોસ્ટ શૅર કરતાંની સાથે અભિષેકે કૅપ્શનમાં લખ્યું - 'હું આ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઇટેડ છું. આ ખૂબ જ શાનદાર છે, પ્રસ્તુત છે 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર.'

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

જણાવીએ કે 'ઝુંડ'નું ટીઝર ટ્રેલર ખૂબ જ જબરજસ્ત છે. 1 મિનિટ 12 સેકેન્ડના આ ટીઝર ટ્રેલરમાં ઘણાં બધાં લોકોનું ઝુંડ દેખાય છે. તે બધાંના હાથમાં હથિયારો જેમ કે, 'બેટ, ચેન, રૉટ વગેરે છે. જણાવીએ કે કાલે અમિતાભની ફિલ્મ 'ઝુંડ'નું પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં અમિતાભ સામે એક વસ્તી દેખાઈ રહી છે.' આ સિવાય જમીન પર સફેદ અને લાલ રંગનું ફુટબૉલ અને એક તૂટેલી વૅન પણ જોઇ શકાય છે. ફિલ્મમાં બિગબી એક ફુટબૉલ કોચની ભૂમિકામાં દેખાશે જે ગરીબ બાળકોને પ્રરિત કરી એક ફુટબૉલ ટીમની શરૂઆત કરે છે. આ ફિલ્મનું નિર્દેશન મરાઠી ફિલ્મકાર નાગરાજ મંજુલે કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK