બિહારનાં પૂર પિડીતો માટે અમિતાભ બચ્ચને કર્યું 51 લાખનું દાન

Published: Oct 11, 2019, 13:48 IST | મુંબઈ

બિહારમાં આવેલા ભયાવહ પૂરમાં પિડીત લોકોની મદદ કરવા માટે અમિતાભ બચ્ચને એકાવન લાખ રૂપિયાનો ચૅક આપ્યો છે.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

બિહારમાં આવેલા ભયાવહ પૂરમાં પિડીત લોકોની મદદ કરવા માટે અમિતાભ બચ્ચને એકાવન લાખ રૂપિયાનો ચૅક આપ્યો છે. આ વર્ષે પડેલા મૂશળધાર વરસાદ અને પૂરને કારણે લોકોનું સર્વસ્વ છીનવાઈ ગયુ છે. એથી મુખ્યપ્રધાન રાહત કોષમાં તેમણે ધનરાશિ દાન કરી છે. તેમણે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારને પત્ર લખીને સંવેદના વ્યક્ત કરી હતી. આ પત્રમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘બિહારમાં આવેલી કુદરતી આફતને જોઈને હું ખૂબ દુ:ખી થયો છું. આ રાજ્યમાં આવેલા પૂર પિડીતો પ્રતિ હું શોક અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. જોકે નજીવો પરંતુ થોડી માત્રામાં મેં લોકોને મદદ કરવા માટે હાથ આગળ વધાર્યો છે. સાથે જ મેં મુંબઈની જુહુ બ્રાન્ચની બૅન્ક ઑફ ઇન્ડિયાનો એકાવન લાખ રૂપિયાનો ચૅક પણ મોકલ્યો છે. મારું આ યોગદાન બિહારના ચીફ મિનીસ્ટર રિલીફ ફંડને આપી રહ્યો છું. હું તમને વિનંતી કરી રહ્યો છું કે એના માટે મને તમારી ઑફિસ દ્વારા ઍક્નોલેજ રિસીપ્ટ મોકલવામાં આવે. સાથે જ 80G સર્ટિફીકેટ પણ મને આપવામાં આવે.’

આ પણ વાંચો : Happy Birthday Amitabh Bachchan: નાયક, ખલનાયક અને સદીના મહાનાયક...

લોકોને આ વાતની જાણ થતાં ટ્‍‍વિટર પર તેમનાં પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એથી એનાં પર રિપ્લાઈ આપતા ટ્‍‍વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘સ્નેહ આદર. તમારી કૃપા જળવાઈ રહે. દેશવાસીઓની પિડાને ઘટાડવા માટે સૌએ આગળ આવવુ જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK