અમિતાભ બચ્ચન 4 દિવસ બાદ હૉસ્પિટલથી પહોંચ્યા ઘરે, પત્ની જયા અને દિકરો અભિષેક પણ દેખાયા સાથે

Published: Oct 19, 2019, 09:55 IST | મુંબઈ

અમિતાભ બચ્ચન ચાર દિવસ બાદ હૉસ્પિટલમાંથી ઘર પહોંચ્યા છે. તેમની સાથે પત્ની અને દિકરો પણ જોવા મળ્યા.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અને બિગ બી અમિતાભ બચ્ચન કેટલાક દિવસો પહેલા અચાનક જ હૉસ્પિટલમાં એડમિટ થયા હતા. જેનાથી બોલીવુડથી લઈને ચાહકો ચિંતામાં આવી ગયા હતા. દરેક જાણવા માંગતા હતા કે તેમને શું થયું છે અને તેઓ કેમ હૉસ્પિટલમાં છે. હવે તેમના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે કારણ કે બિગ બી સારા સ્વાસ્થ્ય સાથે હૉસ્પિટલની બહાર આવી ચુક્યા છે.

અમિતાભ બચ્ચનને ગયા મંગળવારે અડધી રાત્રે મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં ગુપચુપ ભરતી કરાવવામાં આવ્યા હતા. બિગ બીના હૉસ્પિટલમાં પહોંચવાનું કારણ હજી સુધી તો સામે નથી આવ્યું. શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અમિતાભ બચ્ચનને હૉસ્પિટલથી બહાર નીકળતા જોવા આવ્યા હતા. અમિતાભને હૉસ્પિટલમાંથી લેવા માટે પત્ની જયા બચ્ચન અને દિકરા અભિષેક બચ્ચન પણ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન ગાડીની પાછળની સીટમાં જયા બચ્ચન સાથે બેઠા હતા અને અભિષેક ફ્રન્ટ સીટ પર હતા.

અહેવાલોનું માનીએ અમિતાભ બચ્ચન હૉસ્પિટલમાં માત્ર પોતાનું રૂટીન ચેકઅપ કરાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ ખબરોમાં કેટલું સત્ય છે તેનાથી કોઈ વાકેફ નથી. હૉસ્પિટલથી સારા સ્વાસ્થ્ય સાથે નીકળ્યા બાદ આશા છે કે બિગ બી ખુદ જ પોતાના ચાહકોને આ વિશે જાણકારી આપશે.

કેટલાક રિપોર્ટ્સનું માનવું છે કે અમિતાભ બચ્ચનનું આમ હૉસ્પિટલમાં જવાનું પહેલેથી જ નક્કી હતું. કદાચ આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા શોના શૂટિંગને કેટલાક દિવસ પહેલા જ રોકી દેવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન આગામી મંગળવારથી શોનું શૂટિંગ ફરીથી શરૂ કરશે.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર...

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર હૉસ્પિટલના એક સોર્સે જણાવ્યું છે કે અમિતાભ સ્વસ્થ છે પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સાથે જ એ પણ જણાવ્યું કે તેઓ હૉસ્પિટલ માત્ર રેગ્યુલર ચેકઅપ માટે ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK