આ છે અમિતાભ બચ્ચનની નવી કાર, અધધધધ છે કિંમત

મુંબઈ | Apr 09, 2019, 14:11 IST

અમિતાભ બચ્ચનના કાર કલેક્શનમાં નવો ઉમેરો થયો છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને મર્સિડીઝ બેન્ઝ વી ક્લાસની ડિલીવરી લીધી છે. આ કાર ભારતમાં વેચાતી સૌથી લક્ઝુરિયસ અને મોંઘી કાર છે.

આ છે અમિતાભ બચ્ચનની નવી કાર, અધધધધ છે કિંમત

અમિતાભ બચ્ચનના કાર કલેક્શનમાં નવો ઉમેરો થયો છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને મર્સિડીઝ બેન્ઝ વી ક્લાસની ડિલીવરી લીધી છે. આ કાર ભારતમાં વેચાતી સૌથી લક્ઝુરિયસ અને મોંઘી કાર છે. અમિતાભ બચ્ચનના જુહુના બંગલા પર આ કાર ગઈકાલે ડિલીવર થઈ હતી. બિગ બીએ તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.

મર્સિડીઝ બેન્ઝે 24 જાન્યુઆરીએ ભારતમાં V CLASS MPV લૉન્ચ કરી હતી. આ ટુ કાર 6 સીટર અને 7 સીટર એમ બે વેરિયન્ટમાં ઉપબ્ધ છે. 6 સિટર વેરિયન્ટનું નામ V Class Excusive અને 7 સીટર વેરિયન્ટનું નામ V Class Expression છે. એક્સપ્રેશન વેરિયન્ટની 68.40 લાખ છે, તો એક્સલુઝિવ વેરિયન્સની કિંમત 81.90 લાખ રૂપિયા છે. જો કે અમિતાભ બચ્ચને કયું મોડેલ ખરીદ્યું છે તે હજી સુધી સામે નથી આવ્યું. કારણ કે બિગ બીએ માત્ર કારની બહારની તસવીરો જ પોસ્ટ કરી છે.

v class mpvમાં 2.1 લિટર ડીઝલ એન્જિન છે, જે 163PSનો પાવર અને એન્જિન 7G-Tronic ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. મર્સિડીઝ વી ક્લાસનું એન્જિન બીએસ 6 એમિશન નોર્મ્સ પ્રમાણેનું છે.

મર્સિડીઝ બેન્ઝનો દાવો છે કે આ MPV 10.9 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કારની મેક્સિમમ સ્પીડ 195 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ પણ વાંચોઃ Happy Birthday : જુઓ જયા બચ્ચનની કેન્ડિડ તસવીરો

આ MPVના 6 સીટર વેરિયન્ટમાં ટેબલ પેકજનો પણ ઓપ્શન છે, એટલે કે તેમાં પાછળ બેઠેલા ચારેય વ્યક્તિઓ સામ સામે બેસીને મુસાફરી કરી શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK