અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યો મજેદાર કિસ્સો

Published: 22nd November, 2014 06:02 IST

એક ચૉકલેટને લીધે સુપરસ્ટારે આત્મબળ પરથી પકડ ગુમાવી


સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે મારી જાતને આપેલું વચન હું પાળી નથી શકતો, કેમ કે મેં ચૉકલેટ ન ખાવાનું નક્કી કર્યું હતું; પરંતુ એવું નહોતો કરી શક્યો. પોતાના સત્તાવાર બ્લૉગ srbachchan.tumblr.com પર ચાહકો સાથે આ વાત શૅર કરતાં બિગ બીએ લખ્યું હતું કે ‘હવે મને મારી જાત પર જ ભરોસો નથી રહ્યો એવું લાગે છે. અન્ય કેટલીક બાબતોની સાથે મેં એવું પણ નક્કી કર્યું હતું કે હવેથી ચૉકલેટ નથી ખાવી. જોકે આમાં કોઈ ધાર્મિક વ્રત કે મેડિકલનાં કારણો નહોતાં, પરંતુ બસ એમ જ ચૉકલેટ ન ખાવાનું નક્કી કર્યું હતું. અને બસ એમ જ હમણાં મારી આ અંગત પ્રતિજ્ઞા તૂટી ગઈ. એક પળમાં જ મારું વ્રત તૂટી ગયું. સ્નિકર જોઈને મોંમાં પાણી આવ્યું અને પધરાવી પેટમાં. આ સાથે જ થોડી પળ એનો સ્વાદ માણ્યો, પરંતુ મારી નક્કી કરેલી પ્રતિજ્ઞા તો એળે ગઈને? ખાસ તો મેં આત્મબળ પરથી પકડ ગુમાવી એવું લાગે છે.’ વધુમાં બ્લૉગ પર અમિતાભે લખ્યું હતું કે ‘હવે ફરીથી હું મારી નક્કી કરેલી વાતને વળગી રહું અને સ્વાદથી લલચાઈ ન જાઉં એ માટે પ્રયત્ન કરીશ. જોકે આટલાં વર્ષોમાં જવલ્લે જ બન્યું હોય એવું આ ચૉકલેટે કરી બતાડ્યું એનો રંજ છે.’ ૭૨ વર્ષના સુપરસ્ટાર ગુરુવારે ગોવામાં ૪૫મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સ્ટેજ પર સુપરસ્ટાર રજનીકાન્ત સાથે હાજર હતા અને તેમણે આ સમારોહના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બ્લૉગ પર શૅર કર્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK