કેમ ટ્વિટર પર થઈ અમિતાભ-શાહરુખ ખાન વચ્ચે મીઠી નોક ઝોક !

Apr 10, 2019, 15:46 IST

ટ્વિટર પર શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે વર્ચ્યુઅલ વૉર ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના ટ્વિટ પર શાહરુખે કંઈક એવો રિપ્લાય આપ્યો કે બિગ બીએ પણ ટ્વિટ કરીને જવાબ આપવો પડ્યો.

કેમ ટ્વિટર પર થઈ અમિતાભ-શાહરુખ ખાન વચ્ચે મીઠી નોક ઝોક !
ફાઈલ ફોટો

ટ્વિટર પર શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે વર્ચ્યુઅલ વૉર ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના ટ્વિટ પર શાહરુખે કંઈક એવો રિપ્લાય આપ્યો કે બિગ બીએ પણ ટ્વિટ કરીને જવાબ આપવો પડ્યો. ના ના, તમે એવું ન વિચારતા કે બંને વચ્ચે ઝઘડો થયો છે. વર્ચ્ય્યુઅલ વૉર કંઈ સિરિયસ નથી, પરંતુ બિગ બી અને એસઆરકે એકબીજા સાથે ટ્વિટર પર મજાક કરી રહ્યા છે.

ઘટના કંઈક એવી છે કે બદલાની સક્સેસ માટે ટ્વિટ કર્યું. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની ફિલ્મ બદલાને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મને ફેન્સની સાથે સાથે ક્રિટિક્સે પણ વખાણી છે. પરંતુ અમિતાભ બચ્ચનન ફિલ્મને લઈ ખુશ નથી દેખાઈ રહ્યા. એટલે બિગ બીએ પોતાના અંદાજમાં બદલાની સફળતાને ઈગ્નોર કરવા અંગે નારાજગી જાહેર કરી છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું,'ચલો કોઈે તો આ ફિલ્મની સાઈલન્ટ સફળતા અંગે વાત કરવાનું શરુ કર્યું. કારણ કે ન તો નિર્માતા, ન ડિસ્ટ્રિબ્યુટર, ન તો ઓનલાઈન પ્રોડ્યુસર કે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ આ વિશે વાત કરી રહ્યું છે. એટલે સુધી કે આ ફિલ્મની સપલતા પર કોમ્પ્લિમેન્ટ પણ કોઈ નથી આપી રહ્યું.'

 

તો બચ્ચન સાબના આ ટ્વિટ પર શાહરુખ ખાને મજેદાર રિપ્લાય આપ્યો. શાહરુખ ખાને લખ્યું કે,'સર અમે તો તમે પાર્ટી આપો તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે દરરોજ રાત્રે જલસાની બહાર રાહ જોઈએ છીએ.' તો અમિતાભ બચ્ચનને શાહરુખ ખાનના આ ટ્વિટનો પણ હળવા અંદાજમાં જવાબ આપ્યો. બચ્ચન સાબે લખ્યું છે,'ઓયે ફિલ્મમાં કામ અમે કર્યુ, પ્રોડ્યુસ તમે કરી, પ્રમોશનમાં નિસ્વાર્થ યોગદાન અમે આપ્યું, હવે પાર્ટી પણ અમે જ આપીએ ??? આઉટસાઈડ જલસા એવરીનાઈટ કોઈ નથી આવતા.'

તો કિંગ ખાને પણ આ મુદ્દે રિપ્લાય આપ્યો અને કહ્યું,'સર ફિલ્મ તમારી છે, એક્ટિંગ તમારી છે, હિટ તમારા કારણે છે. તમે ના હોત તો ફિલ્મ જ ના હોત.. તો પાર્ટી પણ ??'

આ પણ વાંચોઃ IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ બદલા એક સ્પેનિશ ફિલ્મ પર આધારિત છે. જેમાં અમિતાભ બચ્ચનની સાથે સાથે તાપસી પન્નુ અને અમૃતાસિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK