'ઝિદ્દ'માં પણ અમિત સાધ આર્મી ઑફિસરના પાત્રમાં

Published: 21st August, 2020 21:02 IST | Nirali Dave | Mumbai

ઝીફાઇવ માટે બની રહેલી 'ઝિદ્દ' નામની વેબ-સિરીઝ આર્મી મિશન પર આધારિત હશે જેને બોની કપૂર પ્રોડ્યુસ કરવાના છે, અમિત સાધ અને અમૃતા પુરી લીડ રોલમાં

અમિત સાધ
અમિત સાધ

વિવિધ વેબ-સિરીઝમાં આર્મીમૅન અને પોલીસ-ઑફિસરનો રોલ ભજવનારો અમિત સાધ તેની આગામી સિરીઝમાં પણ આર્મીમૅન તરીકે જોવા મળશે. ‘ઝિદ્દ’ નામની આ સિરીઝ ઝીફાઇવ પ્લૅટફૉર્મ માટે બની રહી છે જેને બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. બોની કપૂરનો ઓટીટી પ્લૅટફૉર્મ માટે આ પહેલો પ્રોજેક્ટ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોની લિવ પર રિલીઝ થયેલી ઉરી-અટૅક પર આધારિત સિરીઝ ‘અવરોધ ધ સીજ વિધિન’માં અમિત સાધ લીડ રોલમાં હતો, તો ‘બ્રીધ ઇન્ટુ ધ શેડોઝ’ (ઍમેઝૉન પ્રાઇમ વિડિયો), ‘ઑપરેશન પરિંદે’ (ઝીફાઇવ)માં અમિત પોલીસ ઑફિસર તરીકે જોવા મળ્યો છે અને હવે ‘ઝિદ્દ’માં ફરી આર્મી ઑફિસર તરીકે જોવા મળશે. સત્યઘટના પર આધારિત ‘ઝિદ્દ’ એ ભારતના સ્પેશ્યલ ફોર્સ અને જાંબાઝ સૈનિકો માટે એક ટ્રિબ્યુટ છે. અમિત સાધ ઉપરાંત, અમૃતા પુરી (કાઈપો છે), સુશાંત સિંહ (ગુલાલ) પણ આ શોમાં મહત્ત્વના રોલમાં છે. ‘ઝિદ્દ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને એ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK