વૉર પર આધારિત વેબ-સિરીઝ ઝીદમાં દેખાશે અમિત સાધ

Published: 16th August, 2020 20:27 IST | Agencies | Mumbai

આર્મી ઑફિસર જે પ્રકારે આપણા દેશની સલામતી માટે બલિદાન આપે છે એને હું શબ્દોમાં વર્ણવી નથી શકતો. તેમનું દિલ માત્ર દેશ માટે અને આપણી સુરક્ષા માટે જ ધબકે છે. ‘ઝીદ’

અમિત સાધ
અમિત સાધ

અમિત સાધ, અમ્રિતા પુરી અને સુશાંતસિંહ હવે વૉર પર આધારિત વેબ-સિરીઝ ‘ઝીદ’માં જોવા મળશે. આ સિરીઝ આર્મી ઑફિસરને સમર્પિત કરવામાં આવશે. આ વિશે અમિત સાધે કહ્યું હતું કે ‘આર્મી ઑફિસર જે પ્રકારે આપણા દેશની સલામતી માટે બલિદાન આપે છે એને હું શબ્દોમાં વર્ણવી નથી શકતો. તેમનું દિલ માત્ર દેશ માટે અને આપણી સુરક્ષા માટે જ ધબકે છે. ‘ઝીદ’ દ્વારા સ્પેશ્યલ ફોર્સિસ અને મહાન સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. ‘યે જો ઝીદ હૈ, યે મેરા સભી કો સલામ હૈ.’
આ શો વિશે ત્યારે સુશાંતસિંહે કહ્યું હતું કે ‘આ શો દ્વારા હું સેનાનો ભાગ બનવાનો છું એ જાણીને મને ખુશી છે. એના દ્વારા મને શીખવા મળશે અને એક વ્યક્તિ તરીકે મારો વિકાસ થશે. સીમા પર સેના અવર્ણનીય સેવા આપે છે. તેમને કારણે જ આપણે આપણા ઘરમાં શાંતિથી રહીએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK