Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ

સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ

22 January, 2021 04:09 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ

સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ

સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ


અમિત સાધ તેના કો-સ્ટાર સુશાંત સિંહ સાથે ફરી કામ કરવા માગે છે. અમિતની ‘જીત કી ઝિદ’ 22 જાન્યુઆરીએ Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં તેની સાથે સુશાંત સિંહ અને અમ્રિતા પુરી કામ કરી રહ્યાં છે. ઍડ ફિલ્મ ડિરેક્ટર વિશાલ મંગલોરકર દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવી છે જેને બોની કપૂર, અરુનાવા જૉય સેનગુપ્તા અને આકાશ ચાવલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. રિયલ લાઇફ કારગિલ વૉર હીરો મેજર દીપેન્દ્ર સિંહ સેન્ગર પરથી આ સિરીઝ બનાવવામાં આવી છે જેમણે તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને દેશની સેવા કરી છે. તેમના પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી આ સિરીઝમાં અમિત સાધે મેજર દીપ સિંહનું પાત્ર ભજવ્યું છે. તેમના કો-સ્ટાર સાથે કરેલા કામના અનુભવ વિશે પૂછતાં અમિત સાધે કહ્યું હતું કે ‘તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. અમ્રિતા ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છે જેની આસપાસ રહેવું તમને ગમે. અમારાં સ્ક્રીન પર ખૂબ જ ઇન્ટેન્સ અને ઇમોશનલ દૃશ્યો હતાં, પરંતુ રિયલ લાઇફમાં તેની સાથે સેટ પર ખૂબ જ મસ્તી કરી હતી. સુશાંત સર ખૂબ જ સારા ફ્રેન્ડ અને સપોર્ટિવ વ્યક્તિ છે. તેમની આસપાસ રહેવું ઘરમાં રહેવા બરાબર છે. હું જેટલા પણ વ્યક્તિઓને મળ્યો છું એમાંના સૌથી નમ્ર વ્યક્તિઓમાંના તેઓ એક છે. તેમની સાથે ફરી કામ કરવાની મને ઇચ્છા છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 04:09 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK