શૂટિંગ શરૂ થતાં વર્કર્સની ચિંતા સતાવી રહી છે અમિત સાધને
અમિત સાધ
લૉકડાઉનમાં રાહત મળતાં શૂટિંગ તો શરૂ થઈ રહ્યાં છે, પરંતુ હવે અમિત સાધને વર્કર્સની ચિંતા સતાવવા માંડી છે. કોરોનાને કારણે તમામ કામકાજ બંધ હતાં. હવે સલામતીને ધ્યાનમાં રાખીને ધીરે-ધીરે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એને જોતાં ટ્વિટર પર અમિત સાધે ટ્વીટ કર્યું હતું કે ‘હું જાણું છું કે આપણે કામ શરૂ કર્યું છે. જોકે હું તમામને અરજ કરું છું કે તમે હેર, મેકઅપ, સ્પૉટ્સ, હેલ્પર્સને તેમનો પગાર ચૂકવી દો. તેમને પણ તેમની લાઇફ ફરીથી શરૂ કરવાની છે. હું તેમના અધિકાર અને તેમને વેજીસ મળે એ માટે લડત ચલાવી રહ્યો છું.’