જીનલ બેલાણી અને અમિત મિસ્ત્રીની ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે

Updated: Feb 23, 2020, 07:53 IST | Shilpa Bhanushali | Mumbai Desk

માર્ચ 2020માં ઑન ફ્લૉર આવનારી અન્ડર ટાઇટલ ફિલ્મમાં જીનલ બેલાણી સાથે અમિત મિસ્ત્રી દેખાવાની છે જેમાં તેમની સાથે મુની ઝા અને ઓમ ભટ્ટ પણ મુખ્ય પાત્રો ભજવશે.

ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી આમ તો પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ તેમજ સ્માઇલને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. હાલ તે ચર્ચાનો વિષય છે તેનું કારણ છે તેણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે પોતાના આગામી પ્રૉજેક્ટ વિશે લખ્યું છે કે, "અનટાઇટલ્ડ નેક્સ્ટ, અ ફેમિલી ડ્રામા જે ખૂબ જ અમેઝિંગ લોકો સાથે આવવાની છે. ખૂબ જ ઉત્સાહિત છું તેમની સાથે કામ કરવા માટે અને મંથન દવે યંગેસ્ટ ફિલ્મ ડાયરેક્ટર, જેની સાથે હું કામ કરીશ. તારી સાથે કામ કરવા માગું છું અને વિષય પણ મારા મનની ખૂબ જ નજીક છે."

માર્ચ 2020માં ઑન ફ્લૉર આવનારી અન્ડર ટાઇટલ ફિલ્મમાં જીનલ બેલાણી સાથે અમિત મિસ્ત્રી દેખાવાના છે જેમાં તેમની સાથે મુની ઝા અને ઓમ ભટ્ટ પણ મુખ્ય પાત્રો ભજવશે. આ ફિલ્મ દેખીતી રીતે એક ફેમિલી ડ્રામા હશે. ફિલ્મનું દિગ્દર્શન મંથન દવે કરી રહ્યા છે અને ફિલ્મને અશ્વમેધ ક્રિએશન અને H.V. Creationના બેનર હેઠળ આશિષ પરમાર અને હિતેશ વસાવા પ્રૉડ્યુસ કરી રહ્યા છે. 

આ પણ વાંચો : પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી

ઉલ્લેખનીય છે કે જીનલ તેના કૉલેજના દિવસો દરમિયાન થિએટર સાથે સંકળાયેલી હતી. ત્યાર બાદ દૂરદર્શનની ધારાવાહિક 'લાગા ચૂનરી મેં દાગ'માં મુખ્ય ભૂમિકાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ ફેશન પર આધારિત હતી. ત્યાર બાદ જીનલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગપેસારો કર્યો અને 'પોલમ પોલ'થી શરૂ કરીને 'ધંત્યા ઓપ' અને 'વૉસ્સઅપ ઝિંદગી' કરી ત્યાર બાદ તેણે હિન્દી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મનું નામ શું હશે, અને જીનલ કેવા પાત્રમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK