Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાને બદલ્યો નિર્ણય, સુભાષ કપૂર સાથે 'મુગલ'માં કરશે કામ

આમિર ખાને બદલ્યો નિર્ણય, સુભાષ કપૂર સાથે 'મુગલ'માં કરશે કામ

10 September, 2019 11:14 AM IST | મુંબઈ

આમિર ખાને બદલ્યો નિર્ણય, સુભાષ કપૂર સાથે 'મુગલ'માં કરશે કામ

આમિર ખાને બદલ્યો નિર્ણય, સુભાષ કપૂર સાથે 'મુગલ'માં કરશે કામ


હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના મુગલ ગુલશન કુમારની બાયોપિકમાં આખરે આમિર ખાનનું કમબેક થઈ ચૂક્યુ છે. આમિર ખાને આ ફિલ્મ ત્યારે છોડી હતી જ્યારે Me Too આંદોલન સમયે ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂર પહેલા યૌન શોષણના આરોપ લાગ્યા હતા. જો કે હવે આમિર ખાને પોતાના કમબેકનું કારણ પણ આપ્યું છે.

આમિર ખાને કહ્યું છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટ કરીને તેમણે ફિલ્મ ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેઓ આના માટે તૈયાર છે. આમિર ખાને કહ્યું તે અને કિરણ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા, અને આમિર તેમાં મુખ્ય ભૂમિકા કરવાના હતા. જ્યારે તેઓ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને ખ્યાલ નહોતો કે સુભાષ કપૂર પર કેસ ચાલી રહ્યો છે. આ કેસ પાંચ કે છ વર્ષ જૂનો હશે. અમે મીડિયામાં વધુ નથી રહેતા, એટલે આ ધ્યાન બહાર હતું. ગત વર્ષે મી ટૂ આંદોલન દરમિયાન આ કેસનો ઉલ્લેખ થયો, ત્યારે અમને આ કેસ વિશે ખ્યાલ આવ્યો. અને અમે દુઃખી હતા. કિરણ અને મેં તે અંગે વાત કરી. એક અઠવાડિયા સુધી અસમંજસમાં હતા.



તો આમિર ખાને ફરી ફિલ્મ કરવા માટે હા કેમ પાડી તેના જવાબમાં આમિરે કહ્યું,'મે મહિનામાં મને IFTDAનો પત્ર મળ્યો. IFTDA ડિરેક્ટર્સની સંસ્થા છે. મને લાગે છે કે કામ મેળવવા માટે સુભાષ કપૂરે તેમન પત્ર લખ્યો હતો. અને તેમણે મને પત્ર લખીને કહ્યું કે આ મામલો પક્ષપાતપૂર્ણ છે. અને મારે તેમના અંગે નિર્ણય કરવા માટે અદાલતના નિર્મયની રાહ જોવી જોઈએ. ત્યાં સુધી તેનો કમાણીની અધિકાર જવા દેવો ન જોઈએ. તે દોષી સાબિત નથી થયા. એટલે તેમને નુક્સાન થાય તેવું ન કરો.તેમણે મને મારા નિર્ણય પર પુનર્વિચાર કવરા અપીલ કરી. બાદમાં અમે નિર્ણય કર્યો. અને અમે એવી મહિલાઓ સાથે વાત કરી જેમણે સુભાષ કપૂર સાથે કામ કર્યું હતું. અમારે જાણવું હતું કે શું અન્ય મહિલાઓ પણ તેમની સાથે અસહજ છે ? અમે લગભગ 10-12 મહિલાઓને મળ્યા, જેમણે તેમની સાથે કામ કર્યું છે. અને અમને જે જવાબો મળ્યા તે સુભાષ કપૂરના પક્ષમાં હતા. અસહજ હોવાનું તો દૂર મહિલાઓ તેમના વખાણ કરતી હતી. તેમના માટે મહિલાઓએ ધ્યાન રાખનાર, સંવેદનશીલ અને સહાયક જેવા શબ્દો વાપર્યા. એટલે મેં IFTDAને પત્ર લખીને ફિલ્મ કરવાના નિર્ણયની જાણ કરી.'


આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

ઉલ્લેખનીય છે કે 2017માં ગુલશનકુમારના પુત્ર ભૂષણકુમારે અક્ષયકુમાર સાથે મળી મુગલની જાહેરાત કરી હતી. જેને સુભાષ કપૂર ડિરેક્ટ કરવાના હતા. અક્ષયે ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ શૅર કર્યો હતો. જો કે સ્ક્રીપ્ટ પર મતભેદ થતા અક્ષયકુમારે ફિલ્મ છોડી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 11:14 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK