Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'ખિચડી'માં જોવા મળેલી અમી ત્રિવદી હવે જોવા મળશે 'તેરા યાર હૂં મૈં'માં

'ખિચડી'માં જોવા મળેલી અમી ત્રિવદી હવે જોવા મળશે 'તેરા યાર હૂં મૈં'માં

10 June, 2020 09:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'ખિચડી'માં જોવા મળેલી અમી ત્રિવદી હવે જોવા મળશે 'તેરા યાર હૂં મૈં'માં

'ખિચડી'માં જોવા મળેલી અમી ત્રિવદી હવે જોવા મળશે 'તેરા યાર હૂં મૈં'માં


‘ખિચડી’માં જોવા મળેલી અમી ત્રિવદી હવે ‘તેરા યાર હૂં મૈં’માં જોવા મળવાની છે. તેનું કહેવું છે કે તેના માટે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ચૅલેન્જિંગ રોલ છે. તેણે આજ સુધી મોટા ભાગે ગુજરાતી વ્યક્તિનાં જ પાત્રો ભજવ્યાં હોવાથી તેના માટે આ એક અલગ રોલ છે. આ શોમાં તે રિષભનું પાત્ર ભજવનાર અંશ સિંહાની મમ્મીનું પાત્ર ભજવશે. આ વિશે અમી કહે છે કે ‘મને લાઇટહાર્ટેડ કૉમેડી શોના પાર્ટ બનવાનું ખૂબ જ ગમે છે. લોકોના ચહેરા પર સ્માઇલ લાવવું મને ખૂબ જ પસંદ છે. લોકો જ્યારે ઘરમાં બેસી રહ્યા છે ત્યારે તેમના ચહેરા પર સ્માઇલ લાવવાનો મને ચાન્સ મળ્યો એ મારા માટે મોટી વાત છે. આ પાત્ર ભજવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હોવાથી શૂટિંગ ક્યારે શરૂ થાય એની હું આતુરતાથી રાહ જોઈ રહી છું. મેં મોટા ભાગે ગુજરાતી પાત્રો ભજવ્યાં હોવાથી આ પાત્ર મારા માટે ખૂબ જ ચૅલેન્જિંગ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 09:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK