વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ ‘ધ સેલો’ માટે અમેરિકન રાઇટર જોડી કૅરી અને ચૅડ હેસ સ્ક્રીનપ્લેમાં મદદ કરશે. આ હૉરર ફિલ્મની સ્ટોરી સાઉદી કવિ અને ગીતકાર તુર્કી અલ શેખે લખી છે જે રોઝમના નામે જાણીતા છે. 2013માં આવેલી ‘ધ કૉન્જુરિંગ’ અને ‘હાઉઝ ઑફ વૅક્સ’માં પણ કૅરી અને ચૅડે કામ કર્યું હતું. તેમનું કહેવું છે કે તુર્કી અલ શેખ અને વિક્રમ ભટ્ટ અતિશય ક્રીએટિવ અને ટૅલન્ટેડ છે. તેઓ દિલથી ડરામણી ફિલ્મો બનાવે છે. આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘તુર્કી અલ શેખે આ ફિલ્મની સ્ટોરી લખી છે એના આધારે કૅરી હેસ અને ચૅડ હેસ સ્ક્રીનપ્લેમાં કન્સલ્ટ કરશે. હું ફિલ્મને ડિરેક્ટ કરીશ. અમે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ સાઉદી અરબમાં કરવાના છીએ. સાથે જ અલ-ઉલા સ્થળને વધુ એક્સપ્લોર કરવા માટે હું ઉત્સાહિત છું.’
ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 ISTજુર્મ ઔર જઝબાત હોસ્ટ કરશે રોનિત રૉય
26th February, 2021 13:56 ISTફિલ્મના રિલીઝનું પ્લેટફૉર્મ નહિ એની સ્ટોરી મહત્ત્વની છે:અદિતિ રાવ હૈદરી
26th February, 2021 13:49 ISTકોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ
26th February, 2021 13:46 IST