Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન સિંગર જસ્ટિન ટાઉન્સ અર્લનું 38 વર્ષની વયે નિધન

અમેરિકન સિંગર જસ્ટિન ટાઉન્સ અર્લનું 38 વર્ષની વયે નિધન

25 August, 2020 11:29 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકન સિંગર જસ્ટિન ટાઉન્સ અર્લનું 38 વર્ષની વયે નિધન

જસ્ટિન ટાઉન્સ અર્લ (તસવીર સૌજન્ય: ફેસબુક)

જસ્ટિન ટાઉન્સ અર્લ (તસવીર સૌજન્ય: ફેસબુક)


2020નું વર્ષ ફક્ત બૉલીવુડ માટે જ નહીં પરંતુ હૉલીવુડ માટે પણ દુ:ખદ સાબિત થઈ રહ્યું છે. હૉલિવુડમાંથી પણ એક પછી એક ખરાબ સમાચાર આવતા રહે છે. લોકપ્રિય અમેરિકન સિંગર જસ્ટિન ટાઉન્સ અર્લ (Justin Townes Earle)નું 38 વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી સિંગરના પરિવારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર એક પોસ્ટ શૅર કરીને આપી હતી.

જસ્ટિન ટાઉન્સ અર્લના પરિવારે સોશ્યલ મીડિયા પર આપવામાં આવેલા પરિવારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે ખુબ દુઃખ સાથે જણાવી રહ્યાં છીએ કે અમારો દીકરો, પતિ, પિતા અને દોસ્ત જસ્ટિન ટાઉન્સ અર્લનું નિધન થયું છે. તમારા પૈકી અનેક લોકો તેમના સંગીત અને ગીતતી સાથે અનેક વર્ષો સુધી જોડાયેલા રહ્યાં છે અને અમને આશા છે કે તેમનું સંગીત આપની યાત્રાને માર્ગ દર્શાવવામાં મદદ કરતું રહેશે. આપ ખુબ યાદ આવતા રહેશો વ્હાલા જસ્ટિન.' પરિવાર દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે તેમાં જસ્ટિન ટાઉન્સ અર્લના મોતના કારણનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.




4 જાન્યુઆરી, 1982ના રોજ જસ્ટિનનો જન્મ નૈશવિલેમાં થયો હતો. જસ્ટિને પોતાની કારકિર્દીની શરૂઆત સ્થાનિક બેન્ડ સાથે કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં આઠ આલ્મ બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જસ્ટિન ટાઉન્સ અર્લ જીવનભર માદક પદાર્થ અને દારૂની લત સાથે ઝઝૂમતો રહ્યો છે.. આ કારણથી તેને પોતાના પિતા સ્ટીવ અર્લે બેન્ડમાંથી પણ હાંકી કાઢ્યો હતો. જસ્ટિન એ સિંગર સ્ટીવ અર્લનો દીકરો હતો.

સોશ્યલ મીડિયાના માધ્યમથી અનેક હસ્તીઓએ ગાયકના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જસ્ટિન ટાઉનસ અર્લની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK