સ્વરા ભાસ્કરની વેબ સીરિઝ 'રસભરી'ના સીન પર ભડક્યા પ્રસૂન જોશી, કહ્યું આ

Published: Jun 27, 2020, 17:30 IST | Mumbai Desk

સ્વરા ભાસ્કરની વેબ સીરિઝ 'રસભરી'ના એક સીન પર પ્રસૂન જોશીએ આપત્તિ દર્શાવી છે.

પ્રસૂન જોશી, સ્વરા ભાસ્કર
પ્રસૂન જોશી, સ્વરા ભાસ્કર

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મોટાભાગે ચર્ચાઓમાં છવાયેલી હોય છે. આ વખતે તેની એક વેબ સીરિઝ 'રસભરી'ના એમેઝૉન પ્રાઇમ વીડિયો પર પર રિલીઝ કરવામાં આવી છે. પણ રિલીઝ થતાંની સાથે જ તેના પર વિવાદ પણ શરૂ થઈ ગયા છે. પટકથા લેખક અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બૉર્ડ (સીબીએફસી)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ પણ આ બાબતે આપત્તિ દર્શાવી છે. તેમણે આ સંબંધે એક ટ્વીટ કર્યું, જેના પર સ્વરા ભાસ્કરે પણ રિએક્શન આપ્યું છે.

પ્રસૂન જોશીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "વેબ સીરિઝ રસભરીનું ગેરજવાબદારીભર્યું કોન્ટેન્ટ જોઇને દુઃખી છું. જેમાં એક નાનકડી બાળકીને દારૂના નશામાં લોકો સામે ઉશ્કેરણીજનક ડાન્સ કરતી બતાવી છે. રચનાકાર અને દર્શકોને ગંભીરતાથી આ બાબતે વિચારવું જોઇએ કે આ ફ્રીડમ ઑફ એક્સપ્રેશન છે કે ફ્રીડમ ઑફ એક્સપ્લોઇટેશન છે? મનોરંજનની આવી ગંભીર ઇચ્છાઓથી આપણે બાળકોને બચાવવા જોઇએ."

પ્રસૂન જોશીની આ ફરિયાદ પર સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું : "આદર સહિત સર, કદાચ તમે સીનને ખોટી રીતે સમજી રહ્યા છો. જેવું વર્ણન કરવામાં આવ્યું છે, સીન તેનું ઉલ્ટું છે. બાળકી પોતાની મરજીથી ડાન્સ કરી રહી છે. પિતા જોઇને ચોંકી જાય છે અને શરમિંદગી અનુભવે છે. ડાન્સ ઉત્તેજક નથી. બાળકી ફક્ત ડાન્સ કરી રહી છે. કે નથી જાણતી કે સમાજ તેને પણ આવી નજરથી જોશે. સીન એ જ દર્શાવે છે." આ રીતે સ્વરા ભાસ્કરે તેમને જવાબ આપ્યો.

સ્વરા ભાસ્કરે આ પહેલા 'રસભરી'નું ટ્રેલર શૅર કર્યું હતું.


"મિત્રો! રસભરીના જાદૂથી કોઇ નહીં બચી શકે. પ્રયત્ન કરી જુઓ." જણાવવાનું કે આ માટે સ્વરા ભાસ્કરને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK