એમેઝૉન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુર સ્ટાઇલમાં આપી 'હિન્દી દિવસ'ની શુભેચ્છાઓ

Published: 14th September, 2020 16:37 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અલી ફઝલ અને વિક્રાંત મેસી ઉર્ફે મિર્ઝાપુરના ગુડ્ડૂ અને બબલૂની સાથે સાથે પંકજ ત્રિપાઠી અને દિવ્યેંદુ શર્મા ઉર્ફે કાલીન ભૈયા અને મુન્ના ત્રિપાઠી દ્વારા બોલાયેલા કેટલાક સામાન્ય હિન્દી શબ્દો શીખવી રહ્યા છે. આ શબ્દોમાં ભુકાલ, કંટાપ, વિશુદ્ધ અને બવાલ દેવા

મિર્ઝાપુર
મિર્ઝાપુર

હિન્દી (Hindi Day) દિવસના અવસરે, એમેઝૉન (Amazon Prime Videos) પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુર (Mirzapur) સ્ટાઇલમાં પોતાના દર્શકોને શુભેચ્છાઓ આપી છે. સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મે એક વીડિયો (Video) શૅર કર્યો છે, જેમાં તે અલી (Ali Fazal) ફઝલ અને વિક્રાંત (Vikrant Massey) મેસી ઉર્ફે મિર્ઝાપુરના ગુડ્ડૂ (Guddu) અને (Bablu) બબલૂની સાથે સાથે પંકજ (Pankaj Tripathi) ત્રિપાઠી અને દિવ્યેંદુ (Divyendu Sharma) શર્મા ઉર્ફે કાલીન (Kaleen Bhaiya) ભૈયા અને મુન્ના (Munna Tripathi) ત્રિપાઠી દ્વારા બોલાયેલા કેટલાક સામાન્ય હિન્દી (Hindi Words) શબ્દો શીખવી રહ્યા છે. આ શબ્દોમાં ભુકાલ, કંટાપ, વિશુદ્ધ અને બવાલ દેવા ઘણાં શબ્દો સામેલ છે. જો કે આ શબ્દ ઉત્તર (Uttar Pradesh) પ્રદેશમાં સામાન્ય છે, પણ હવે આ શબ્દોની લોકપ્રિયતા ભારતના દરેક ક્ષેત્રમાં જોઇ શકાય છે અને હવે લગભગ આ શબ્દોનો ઉપયોગ બધે જ કરવામાં આવે છે.

લગભગ બે વર્ષના લાંબા અંતર પછી, એમેઝૉન ઓરિજિનલ સીરિઝ મિર્ઝાપુર 23 ઑક્ટોબર, 2020ના રોજ બીજી સીઝન સાથે કમબૅક કરે છે. સીઝન 2 સાથે, મિર્ઝાપુરનો વિસ્તાર વધી રહ્યો છે પણ નિયમો સમાન છે. પંકડ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યાંદુ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, હર્ષિતા શેખર ગૌડ, અમિત સિયાલ, અંજુમ શર્મા, શીબા ચડ્ઢા, મનુ ઋષિ ચડ્ઢા અને રાજેશ તૈલંગ જેવા કલાકારો આ એક્શનથી ભરપૂર સીરિઝમાં કમબૅક કરી રહ્યા છે. એવામાં, તમે પણ એક સ્ટાઇલિશ પણ જુદાં જ પ્રકારના વિશ્વમાં પ્રેવશ કરવા માટે તૈયાર થઈ જાઓ જ્યાં ક્રાઇમ, ડ્રગ્સ, હિંસક શાસન અને જીવતાં રહેવા માટે લડવાની જરૂર છે. શૉના સીક્વલમાં વિજય વર્મા, પ્રિયાંશુ પેંદૌલી અને ઇશા તલવાર પણ હશે. બહુપ્રતીક્ષિત એમેઝૉન ઓરિજિનલ સીરિઝ એક્સેલ મીડિયા તેમજ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા રચિત અને નિર્મિત છે અને આ વિશ્વભરમાં 200થી વધારે દેશો અને ક્ષેત્રોમાં એમેઝૉન પ્રાઇમ વીડિયો પર ખાસ રીતે લૉન્ચ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK