Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કરનાર શંકર એહસાન લૉયે કહ્યું...

દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કરનાર શંકર એહસાન લૉયે કહ્યું...

18 July, 2020 08:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કરનાર શંકર એહસાન લૉયે કહ્યું...

દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કરનાર શંકર એહસાન લૉયે કહ્યું...


વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’માં સંગીત આપનાર જોડી શંકર એહસાન લૉયે જણાવ્યું છે કે એનાં ગીતો તમામ લોકોને મનોરંજન પૂરું પાડશે. આ વેબ-સિરીઝ ચોથી ઑગસ્ટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. દસ એપિસોડની આ વેબ-સિરીઝ અગલ-અલગ મ્યુઝિકલ બૅકગ્રાઉન્ડથી આવેલા બે યુવાઓની લવ સ્ટોરી છે. એમાં રિત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, કુણાલ રૉય કપૂર, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ પણ જોવા મળશે. આ વેબ-સિરીઝ દ્વારા શંકર એહસાન લૉય ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનાં છે. આ સિરીઝ વિશે શંકર એહસાન લૉયે કહ્યું હતું કે ‘આ વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ અમારા માટે અનેક દૃષ્ટિએ અગત્યની છે. એના દ્વારા અમે ન માત્ર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યા છીએ, પરંતુ એના સાઉન્ડ ટ્રૅક મારફતે અમે અલગ-અલગ મ્યુઝિક પર હાથ અજમાવી રહ્યા છીએ. સિરીઝમાં અમે રાજસ્થાની પારંપરિક મ્યુઝિકથી માંડીને ઇન્ડિયન ક્લાસિકલ, પૉપ મ્યુઝિક આપીને, એને કમ્બાઇન કરીને અલગ અનુભવ આપવાનો પ્રયાસ પણ કર્યો છે. ‘બંદિશ બૅન્ડિટ્સ’માં અમે દેશના અલગ-અલગ કલાકારો સાથે કામ કર્યું છે. એથી અમને પૂરો વિશ્વાસ છે કે એના સાઉન્ડ ટ્રૅક દરેક માટે કંઈને કંઈ લઈને આવશે. આ ખરેખર ખૂબ જ ઉત્સાહપ્રેરક છે અને અમને આશા છે કે જે રીતે એને બનાવતી વખતે અમને આનંદ આવ્યો એટલો જ આનંદ લોકોને એને સાંભળીને પણ મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 08:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK