Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફિટ હૈ તો હિટ હૈ!

11 December, 2020 04:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિટ હૈ તો હિટ હૈ!

અમર ઉપાધ્યાય

અમર ઉપાધ્યાય


ક્યૂં કિ... સાસ ભી કભી બહૂ થી’ ફેમ અમર ઉપાધ્યાય ફિટનેસ પ્રત્યે એટલો સજાગ છે કે ગમે તેટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ તે સમય કાઢીને વર્કઆઉટ કરે છે. અમર ઉપાધ્યાય હાલ કલર્સના શો ‘મોલ્કી’માં મિડલ-એજના સરપંચ વીરેન્દર પ્રતાપ સિંહનો રોલ કરી રહ્યો છે જે ૧૯ વર્ષની છોકરી પૂર્વી (પ્રિયલ મહાજન) સાથે લગ્ન કરે છે અને એ પછી વીરેન્દર પ્રતાપ સિંહના જીવનમાં ઇમોશનલ ચેન્જ આવે છે. અમર આ શોનું કલાકો સુધી શૂટ કરે છે તેમ છતાં બે કલાક વર્કઆઉટ માટે આપે છે. અમરનું કહેવું છે કે એક કલાકારને ટીવી પર સારું દેખાવું પડે છે અને પાછું એ ધ્યાન રાખવું પડે છે કે શૂટિંગનું ટાઇમટેબલ પણ સચવાય!

અમર કહે છે, ‘હું મારી ફિટનેસ બાબતે બહુ સજાગ છું. હું સેટ પર હોઉં કે ઘરે હોઉં, મારી આટલાં વર્ષોની કારકિર્દી દરમ્યાન મેં હંમેશાં વર્કઆઉટ માટે સમય કાઢ્યો છે. ઍક્ટર તરીકે અમારે મસલ્સ ઉપરાંત ઍક્ટિંગ મસલ્સને પણ તેજ રાખવા પડે છે. ‘મોલ્કી’ના શૂટિંગ દરમ્યાન પણ જ્યારે વચ્ચે-વચ્ચે બ્રેક મળે ત્યારે હું વર્કઆઉટ કરી લઉં છું. મારી સાથે ડમ્બેલ્સ, ક્રૉસ ટ્રેઇનિંગ બૅન્ડ વગેરે બેઝિક સાધનો હોય જ છે. પ્રૉપર ડિસિપ્લિન સાથે તમે ઇચ્છો એ કામ માટે સમય કાઢી શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2020 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK