Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમનદીપ સિધુએ મહિલાઓને આપી અનોખી સલામી

અમનદીપ સિધુએ મહિલાઓને આપી અનોખી સલામી

19 January, 2021 04:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમનદીપ સિધુએ મહિલાઓને આપી અનોખી સલામી

અમનદીપ સિધુ

અમનદીપ સિધુ


‘હમારીવાલી ગુડ ન્યુઝ’, ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી’ જેવા ફૅમિલી ડ્રામા લૉન્ચ થયા બાદ ઝીટીવી પર લવ-સ્ટોરી શરૂ થવાની છે. ‘તેરી મેરી એક જિન્દરી’ નામના આ શોમાં અમ્રિતસરના તદ્દન વિપરીત વ્યક્તિત્વ ધરાવતા જોગી (અધ્વિક મહાજન) અને માહી (અમનદીપ સિધુ)ની વાર્તા છે. જોગી પાસે તબેલો છે, ડેરીની દુકાન છે અને સંતોષકારક જીવન જીવે છે. જ્યારે બીજી તરફ માહીને ડ્રાઇવિંગનું પૅશન હોય છે અને તે પોતાની ટૅક્સીમાં મહિલા પૅસેન્જર્સને બેસાડે છે, એટલું જ નહીં, તેનું લક્ષ્ય અમ્રિતસરની પ્રથમ મહિલા કૅબ સર્વિસ શરૂ કરવાનું છે.

શો માટે માહી બનતી અમનદીપ સિધુ પોતાના જેવો જ સ્પિરિટ ધરાવતી મહિલાઓ સાથે અમ્રિતસરની સૌપ્રથમ મહિલા કાર-રૅલીમાં જોડાઈ. આ રૅલીમાં એવી મહિલાઓ સામેલ થઈ હતી જે જીવનમાં પોતાના જુસ્સાના જોરે કંઈક અલગ કરી દેખાડવા માગે છે અને સાથોસાથ પારિવારિક અને ઘરકામની જવાબદારીઓ પણ ઉપાડે છે. અમનદીપે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું કે ‘માહીની ખાસિયત એ છે કે તેનું ડ્રાઇવિંગનું પૅશન તેને મુક્તપણે જીવવામાં મદદ કરે છે અને અમે અમ્રિતસરની સૌપ્રથમ મહિલા કાર-રૅલીમાં એવી દરેક મહિલાને આવકારી હતી જે માહીની જેમ જ પૅશનથી છલોછલ છે. રૅલીમાં જોડાયેલી કે ન જોડાયેલી દરેક મહિલાના સ્પિરિટને સલામ છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK