Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું હંમેશાં ઇન્સ્પાયરિંગ સિનેમા કરવાનો પ્રયાસ કરતો રહીશ : રાજકુમાર

હું હંમેશાં ઇન્સ્પાયરિંગ સિનેમા કરવાનો પ્રયાસ કરતો રહીશ : રાજકુમાર

20 March, 2020 12:40 PM IST | Mumbai
Agencies

હું હંમેશાં ઇન્સ્પાયરિંગ સિનેમા કરવાનો પ્રયાસ કરતો રહીશ : રાજકુમાર

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવની ઇચ્છા છે કે તે હંમેશાં પ્રેરણાત્મક સિનેમા કરવાનો પ્રયાસ કરતો રહેશે. તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક દાયકા જેટલો સમય પસાર કર્યો છે. રાજકુમારે ‘લવ સેક્સ ઔર ધોકા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘કાઇપો છે’, ‘શાહિદ’, ‘ક્વીન’, ‘સિટી લાઇટ્સ’, ‘અલીગઢ’ અને ‘ટ્રૅપ્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ગયા વર્ષે તેની કંગના રનોટ સાથે ‘જજમેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થઈ હતી. તેની પાસે હાલમાં અનેક ફિલ્મોના પ્રોજેક્ટ પણ છે. બૉલીવુડમાં એક દાયકો પસાર કરવાની ખુશી વ્યક્ત કરતાં રાજકુમારે કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે દસ વર્ષના સમયગાળામાં મને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગજબના ફિલ્મમેકર્સ સાથે કામ કરવાનું માન મળ્યું છે.

આ પણ વાંચો : એકતા કપૂરની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ



મારો હંમેશાંથી એ પ્રયાસ રહ્યો છે કે હું પ્રેરણાત્મક સિનેમા કરતો રહું. દસ વર્ષના સમયમાં અનેક ફિલ્મમેકર્સે પોતાના વિઝનથી મારા પર અને મારી ટૅલન્ટ પર ભરોસો મૂક્યો એના માટે હું તેમનો અને લોકોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:40 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK