રિતેશ સિધવાનીની ભાણી કોરોના સંક્રમિત ન હોવા છતાં વિવિધ અફવા ફેલાવા લાગી

Published: Mar 23, 2020, 09:47 IST | Agencies | Mumbai Desk

વૉટ્સઍપ પર ‍મારી ભાણીને લઈને આવતા મેસેજિસથી હું ખૂબ નારાજ છું. હું આ એટલા માટે નથી કહી રહ્યો કે આ મારી ફૅમિલી સાથે જોડાયેલું છે, પરંતુ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ એક ઇન્સાનિયત માટેની વાત છે.

રિતેશ સિધવાની
રિતેશ સિધવાની

રિતેશ સિધવાનીની બહેનની દીકરી લંડનથી પાછી ફરતાં તે કોરોનાગ્રસ્ત છે એવી જાતજાતની અફવા ફેલાવા લાગી હતી. એને જોતાં રિતેશ ખાસ્સો રોષે ભરાયો છે. રિતેશને એને લઈને વિવિધ મેસેજિસ પણ આવવા લાગ્યા હતા. તેની ભાણીએ લંડનથી આવ્યા બાદ ટેસ્ટ પણ કરાવી હતી. જોકે એનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે અને લોકોએ જાતજાતની ધારણાઓ બાંધી લીધી હતી. એથી લોકો પર રોષ વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર રિતેશે ટ્વીટ કર્યું હતું કે ‘વૉટ્સઍપ પર ‍મારી ભાણીને લઈને આવતા મેસેજિસથી હું ખૂબ નારાજ છું. હું આ એટલા માટે નથી કહી રહ્યો કે આ મારી ફૅમિલી સાથે જોડાયેલું છે, પરંતુ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ એક ઇન્સાનિયત માટેની વાત છે. મારી ભાણી ૧૮ માર્ચે લંડનથી પાછી ફરી છે અને તેને ચોવીસ કલાકની અંદર તાવ અને ખાંસી થઈ હતી. એથી એક જવાબદાર પેરન્ટ્સ તરીકે મારી બહેન તેને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાંથી તેને કસ્તુરબા હૉસ્પિટલમાં કોરોનાની ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવી હતી. જોકે મેડિકલ રિપોર્ટ હજી સુધી નથી આવ્યો, પરંતુ વૉટ્સઍપની મેડિકલ કૉલેજે તેને કોરોના પૉઝિટિવ જાહેર કરી દીધી છે. તેમણે પોતાની ઓળખ તો નથી જણાવી, પરંતુ તે ક્યાં રહેતી હતી એ જણાવ્યું હતું. વૉટ્સઍપ મેડિકલ કૉલેજને લોકોની ખૂબ કાળજી છે એથી લોકોને ઘરમાં રહેવાની સલાહ પણ આપી રહી છે. જોકે તેઓ એવી સલાહ નથી આપી રહ્યા કે જેને કોરોના પૉઝિટિવ હોય તેની નિંદા ન કરવી. આવું બધું કહેવાવાળા આપણા નામ માત્રના પાડોશીઓ અને ફ્રેન્ડ્સ હોય છે. તેમને એ વાતની પણ કાળજી નથી કે નાનકડી છોકરીની પ્રાઇવસીનું માન રાખવામાં આવે. તમને સૌને એ જણાવી દઉં કે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK