‘રેસ’ની સીક્વલમાં પણ ‘અલ્લાહ દુહાઈ હૈ...’

Published: 9th August, 2012 06:39 IST

આ શબ્દોને યથાવત્ રાખીને સૉન્ગના બાકીના શબ્દો બદલી નાખવામાં આવ્યા છે

 

૨૦૦૮માં રિલીઝ થયેલી ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની ‘રેસ’નું ગીત ‘અલ્લાહ દુહાઈ હૈ...’ ગીત બહુ લોકપ્રિય બન્યું હતું. હવે જ્યારે આ ફિલ્મની સીક્વલ ‘રેસ ૨’ બની રહી છે ત્યારે આ ગીતને રીક્રીએટ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ‘અલ્લાહ દુહાઈ હૈ...’ શબ્દોને યથાવત્ રાખીને સૉન્ગના બીજા શબ્દો બદલી નાખવામાં આવ્યા છે. હાલમાં આ ગીતનું બાંદરા (વેસ્ટ)માં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ થઈ રહ્યું છે.


આ ગીત વિશે વાત કરતાં પ્રોડ્યુસર રમેશ તૌરાણી કહે છે, ‘અમે ‘અલ્લાહ દુહાઈ હૈ...’ શબ્દોને યથાવત્ રાખ્યા છે, પણ એના બીજા શબ્દો બદલી નાખ્યા છે. આ ગીતનું શૂટિંગ ભવ્ય રીતે કરવામાં આવશે. આ ગીત અનિલ કપૂર, અમીષા પટેલ, જૉન એબ્રાહમ, જૅકલિન ફર્નાન્ડિસ, સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ પર શૂટ કરવામાં આવશે.’


થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે રમેશ તૌરાણી અને ફિલ્મની ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ વચ્ચે તારીખોની સમસ્યાને કારણે મતભેદ થયા હતા. આ મુદ્દે સ્પષ્ટતા કરતાં રમેશ તૌરાણી કહે છે, ‘દીપિકાએ અમારી સાથે ૫૦ દિવસ શૂટિંગ કર્યું છે અને તે આ ગીતનો પણ હિસ્સો છે. અમારી વચ્ચે જે સમસ્યા હતી એ અમે સાથે બેસીને ઉકેલી લીધી હતી. દીપિકા ફિલ્મનું બહુ મોટું સરપ્રાઇઝ એલિમેન્ટ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK