સુશાંત સિંહ રાજપૂતની તપાસ સીબીઆઇને સોંપવા માટે મોટા ભાગની પાર્ટીની ડિમાન્ડ

Published: Jun 24, 2020, 21:24 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સુશાંત સિંહ રાજપૂતના વિડિયોને લઈને એક ફોટોગ્રાફરની ઝાટકણી કાઢી દીપિકાએ

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં મોટા ભાગની પાર્ટી સીબીઆઇને તપાસ સોંપવામાં આવે એવી ચર્ચા કરી રહી છે. આ માટે યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને અપીલ પણ કરવામાં આવી છે. બિહારના ભૂતપૂર્વ યુથ કૉન્ગ્રેસ ચૅરમૅન અને ફિલ્મ સેન્સર બોર્ડ ઍડ્વાઇઝરી કમિટીના મેમ્બર લલનકુમારે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેને લેટર લખ્યો છે. એવી ચર્ચા છે કે સલમાન ખાન અને કરણ જોહરના કારણે સુશાંતે સુસાઇડ કર્યું હતું. સુશાંત નાના શહેરમાંથી આવ્યો હતો અને તેણે બહુ જલદી ટૅલન્ટના દમ પર નામના મેળવી હોવાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો નારાજ હતા એવું લલનકુમારે તેના લેટરમાં લખ્યું છે. જો પંદર દિવસમાં સીબીઆઇને કેસ સોંપવામાં ન આવે તો તે આ માટે કોર્ટમાં અરજી કરશે. તેમ જ તેણે જ્યાં સુધી સુશાંતને ન્યાય ન મળે ત્યાં સુધી સલમાન અને કરણની ફિલ્મોને બિહારમાં બૅન કરવાની વાત કરી છે. અગાઉ કૉન્ગ્રેસ લીડર અને ભૂતપૂર્વ ગવર્નર નિખિલ કુમારે પણ સીબીઆઇ ઇન્ક્વાયરી માટે અપીલ કરી હતી. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના લીડર મનોજ તિવારીએ પણ લાઇ-લેવલ ઇન્ક્વાયરીની અપીલ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડને લઈને લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો એનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફરે સુશાંતની અસ્થિ પધારાવવાથી લઈને તેની પ્રાર્થનાસભા સુધીના તમામ ફોટો અને વિડિયો શૅર કર્યા હતા. આ સાથે તેણે લખ્યું હતું કે લેખિતમાં મારી પરવાનગી વગર એક પણ ફોટો અને વિડિયોનો ઉપયોગ કરવો નહીં. આ વિશે દીપિકાએ કમેન્ટ કરી હતી કે ‘સાચી વાત છે. જોકે શું તારા માટે એ યોગ્ય છે કે તું તેના ઘરના લોકોની પરવાનગી વગર વિડિયો ઉતારે પણ છે, એને પોસ્ટ પણ કરે છે અને કદાચ એને મૉનેટાઇઝ પણ કરતો હશે? દીપિકાની આ પોસ્ટ બાદ કંગના રનોટે તેની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તું તારા પાલતુ ફોટોગ્રાફર્સને પણ આ વાત કહી શકે છે જેઓ પણ આ જ કામ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK