સુસ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધોમાં તિરાડ?

Published: Jun 28, 2019, 19:43 IST | મુંબઈ

બોલીવુડના લવ બર્ડસ સુસ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધોમાં તિરાડ આવી છે?

સુસ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધોમાં તિરાડ?
સુસ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધોમાં તિરાડ?

સુસ્મિતા સેનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો પરિવાર પ્રેમ દેખાઈ રહ્યો છે. ત્યારે તેનો બોયફ્રેન્ડ રોહમન શૉલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કાંઈક એવું નાખી રહ્યો છે જેનાથી લાગી રહ્યું છે બંનેની વચ્ચે બધું સારું નથી ચાલી રહ્યું.

રોહમને તેની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, "તો તમને એવું લાગી રહ્યું છે કે તમે એક સંબંધમાં ઘણું કરી રહ્યા છો પણ તમારો પાર્ટનર તેનો જવાબ નથી આપી રહ્યો. તમે તમારા પાર્ટનર સાથે જે કરો છો એ તમારો કૉલ છે. તમે તેના પર એવું દબાણ ન કરી શકો કે તે તમને એવી જ રીતે પ્રેમ કરે."

ROHMAN SHAWL

ROHMAN SHAWL

જ્યારે સુસ્મિતા રોહમનના ફોટોસ શેર કરતી રહે છે, આ વસ્તુ તમામ લોકોનો હેરાન કરી રહી છે. પૂર્વ મિસ યુનિવર્સે પોતાની લવ લાઈફ લોકોથી ક્યારેય નથી છુપાવી. એટલે જ ચાહકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે.

આ બંને એક ફેશન શોમાં મળ્યા હતા. અને ત્યારથી તેઓ એકબીજા સાથે છે. એકબીજાના જન્મદિવસ સાથે મનાવવાથી લઈને પરિવાર સાથે સમય વિતાવવા સુધી બંને એક સાથે જ હતા.

આ પણ વાંચોઃ ભાઈ રાજીવના લગ્નમાં સુષ્મિતાના બૉયફ્રેન્ડે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો

અફવાઓ તો એવી પણ હતી કે સુસ્મિતા અને રોહમન આ વર્ષે લગ્ન કરી શકે છે. બંનેએ પોતાના લગ્નની યોજનાઓની ચર્ચા કરી લીધી છે. અને જો બધુ યોજના પ્રમાણે રહ્યું તો બંને સાત ફેરા ફરી શકે છે. પરંતુ સુસ્મિતાએ આ વાતને નકારી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK