પાકિસ્તાનમાં અલકા-કુમાર સાનુ, ઉદિત નારાયણને શો રદ્દ કરવા આદેશ

Published: Sep 18, 2019, 19:00 IST | Mumbai

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈ (FWICE) એ હવે બોલિવૂડના જાણીતા સિંગર કુમાર સાનુ, અલકા યાજ્ઞિક તથા ઉદિત નારાયણને પોતાનો શો ‘થ્રો બેક નાઈન્ટીઝ’ શો રદ્દ કરવાનું કહ્યું છે.

Mumbai : ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈ (FWICE) એ હવે બોલિવૂડના જાણીતા સિંગર કુમાર સાનુ, અલકા યાજ્ઞિક તથા ઉદિત નારાયણને પોતાનો શો ‘થ્રો બેક નાઈન્ટીઝ’ શો રદ્દ કરવાનું કહ્યું છે. આ શો 17 નવેમ્બરના રોજ અમેરિકામાં થવાનો હતો. આ શોને પાકિસ્તાની નાગરિક મોઅજમ્મા હુનૈને આયોજિત કર્યો છે.


ટ્વિટર પર લેટર જાહેર કર્યો
સંસ્થાના ચીફ એડવાઈઝર અશોક પંડિતે ટ્વિટર પર ત્રણેય સિંગર્સના નામે એક લેટર રિલીઝ કર્યો છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે ફેડરેશન તમને નિવેદન કરે છે કે તમે આ તમામ ઈવેન્ટમાંથી તમારું નામ પરત લો. તમામ કલાકારોને નિવેદન છે કે તેઓ પૈસા માટે દેશની ગરિમાને ના ભૂલે. પાકિસ્તાની લોકો તથા કલાકારોની સાથે કોઈ પણ આયોજનમાં ભાગ ના લો.


દલજીતે પોતાની ટૂર કેન્સલ કરી
આ પહેલાં પંજાબી સિંગર તથા એક્ટર દલજીત પણ પાકિસ્તાની નાગરિક રેહાન સિદ્દીકી દ્વારા આયોજીત ઈવેન્ટમાં ભાગ લેવાનો હતો. આ ઈવેન્ટ 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં હ્યુસ્ટનમાં આયોજીત થવાની હતી. જોકે, FWICEના વિરોધ બાદ દલજીતે આ શો રદ્દ કરી દીધો હતો.

આ પણ જુઓ : IIFA 2019: અનેક બોલીવુડ સિતારાએ આ રીતે વધાવ્યા આઇફા એવૉર્ડ્સ 2019

મીકા માંગી ચુક્યો છે માફી
હજું થોડાં સમય પહેલાં મીકા સિંહે પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફના સંબંધીના લગ્નમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. ત્યારબાદ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને મીકા સિંહ પર બૅન મૂક્યો હતો. જોકે, મીકાએ પછી માફી માગી હતી અને ત્યારબાદ તેના પરથી બૅન હટાવી લેવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK