આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક 2'નું ટ્રેલર છે 'મોસ્ટ ડિસ્કલાઈક્ડ'

Published: Aug 13, 2020, 13:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અત્યાર સુધી ટ્રેલરને યુટ્યુબ પર 56 લાખથી વધુ ડિસ્લાઈક મળી છે

તસવીર સૌજન્ય: યુટ્યુબ
તસવીર સૌજન્ય: યુટ્યુબ

આલિયા ભટ્ટ (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapoor), પૂજા ભટ્ટ (Pooja Bhatt) સ્ટારર ફિલ્મ 'સડક 2' 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે અને ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. જોકે, સગાવાદના વિવાદને કારણે આ ટ્રેલરને અત્યાર સુધી સૌથી વધુ ડિસ્લાઈક્સ મળી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ફૅન્સે ટ્રેલર પર આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગઈ કાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'સડક 2'નું ટ્રેલર લૉન્ચ થયું હતું. ગુરુવાર એટલે કે 13 ઓગસ્ટ બપોરના 12.30 વાગ્યા સુધીમાં આ ટ્રેલર યુટ્યુબ પર 17 મિલિયન એટલે કે 1.70 કરોડથી વધુ વાર જોવાઈ ચૂક્યું છે. પરંતુ આ ટ્રેલરને 56 લાખથી વધુ ડિસ્લાઈક મળી છે. જ્યારે 3,10,000 લોકોએ જ ટ્રેલરને લાઈક કર્યું છે. ફિલ્મના ટ્રેલરની લાઈક તથા ડિસ્લાઈકમાં આસમાન-જમીનનું અંતર છે. યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા આ ટ્રેલરને 12 કલાકની અંદર જ 36 લાખથી વધુ ડિસ્લાઈક મળી હતી. આઠ કલાકની અંદર 20 લાખથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં 94 ટકા મત સાથે વિશ્વમાં સૌથી નાપસંદ કરનાર ટોપ 50 વીડિયોમાં ‘સડક 2’ સાતમાં સ્થાને છે.

જો રેકૉર્ડ પર નજર કરીએ તો, સ્વિડિશ ગેમર પ્યુડીપાઇના વીડિયો ‘કેન ધિસ વીડિયો ગેટ 1 મિલિયન ડિસ્લાઈક્સ’ને યુટ્યુબ પર 4.89 મિલિયન ડિસ્લાઈક મળી હતી. આલિયા ભટ્ટની ફિલ્મના ટ્રેલરે સ્વિડિશ ગેમરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત ગેમિંગ ટ્રેલર ‘કોલ ઓફ ડ્યૂટી ઈન્ફિનિટી વૉરફેર રિવેલ ટ્રેલર’ને 3.89 મિલિયન ડિસ્લાઈક મળી હતી. આલિયા ભટ્ટની ફિલ્મનું ટ્રેલર હાલમાં ભારતમાં સૌથી વધુ ડિસ્લાઈક્ડ ધરાવતો વીડિયો બન્યો છે. આલિયાની ફિલ્મના ટ્રેલરે ‘ગંગનમ સ્ટાઈલ’, અમેરિકન સિંગર રેબેકા બ્લેકના સોંગ ‘ફ્રાઈડે’ને પણ પાછળ મૂકી દીધું છે.

એટલું જ નહીં, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા અને પછી પણ સોશ્યલ મીડિયામાં યુઝર્સનો આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે ફિલ્મને બોયકૉટ કરવાની માગણી કરી હતી.

તમને જણાવી દઈએ છીએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે. તેમજ ઈનસાઈડર તથા આઉટસાઈડરને લઈ ઘણી જ દલીલો થઈ રહી છે. કંગના રનોટે કરણ જોહર અને મહેશ ભટ્ટ પર સગાવાદનો આક્ષેપ કર્યો છે. કંગનાએ એમ પણ કહ્યું છે કે, આલિયાને એક્ટિંગ આવડતી જ નથી અને તે માત્ર સગાવાદને કારણે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહી છે. આ જ વાતને લીધે સુશાંતના ફૅન્સ ફિલ્મના ટ્રેલરને ડિસ્લાઈક કરી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK