ગંગુબાઈ કાઠિયાવાડીનું સાત મહિના બાદ શૂટિંગ શરૂ કર્યું આલિયા ભટ્ટે

Published: 8th October, 2020 23:13 IST | Agencies | Mumbai

ફિલ્મ હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટર પરથી બનાવવામાં આવી છે.

ગંગુબાઇ કાઠિયાવાડી
ગંગુબાઇ કાઠિયાવાડી

આલિયા ભટ્ટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. લૉકડાઉનને કારણે તમામ કામ પર બ્રેક લાગી ગઈ હતી. એવામાં હવે સરકારે શૂટિંગની પરવાનગી આપતાં સાવધાની સાથે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મનો સેટ મુંબઈની ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો છે. ૧ ઑક્ટોબરથી દરરોજ સાંજે સાત વાગ્યે શૂટિંગ શરૂ કરવામાં આવે છે. લૉકડાઉન પહેલાં જ્યાંથી શૂટિંગ બાકી હતું ત્યાંથી જ એનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદને કારણે સેટ તોડવામાં આવ્યો હતો. સેટને કામાઠીપુરા જેવો બનાવવામાં આવ્યો છે. ફિલ્મ હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટર પરથી બનાવવામાં આવી છે.

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યા બાદ RRRનું શૂટિંગ શરૂ કરશે આલિયા

આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પુરુ કરીને ‘RRR’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆર પણ લીડ રોલમાં છે. તેમણે હેદરાબાદનાં રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ શરૂ કરી લીધુ છે. હજી અન્ય સ્ટાર કાસ્ટ પણ શૂટિંગમાં જોડાવાની છે. એવી શક્યતા છે કે આલિયા નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં તો તે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ કરી રહી છે, પરંતુ સાથે જ તે ‘RRR’ માટે તેલુગુ શીખી રહી છે. તેની ઇચ્છા છે કે તેની લાઇન્સને તે જ ડબ કરે. આ ફિલ્મ દ્વારા તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તે સીતાનાં રોલમાં જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK