Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહીન ભટ્ટે શૅર કર્યું આલિયા ભટ્ટની સ્ટ્રેસફુલ તસવીરોનું કૉલાજ...

શાહીન ભટ્ટે શૅર કર્યું આલિયા ભટ્ટની સ્ટ્રેસફુલ તસવીરોનું કૉલાજ...

31 December, 2019 05:20 PM IST | Mumbai Desk

શાહીન ભટ્ટે શૅર કર્યું આલિયા ભટ્ટની સ્ટ્રેસફુલ તસવીરોનું કૉલાજ...

શાહીન ભટ્ટે શૅર કર્યું આલિયા ભટ્ટની સ્ટ્રેસફુલ તસવીરોનું કૉલાજ...


બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને તેની બહેન શાહીન ભટ્ટની કેમેસ્ટ્રી વિશે દરેક જણ જાણે છે. બન્ને બહેનો એકબીજા સાથે ખૂબ જ અટેચ્ડ છે અને સોશિયલ મીડિયા પર પણ તે આ વાતને જાહેર કરી ચૂકી છે. કેટલીય વાર આલિયાએ શાહીન માટે ઇમોશનલ નોટ લખી છે તો પબ્લિક પ્લેટફૉર્મ પર આલિયા શાહીનને લઈને ઇમોશનલ જોવા મળી છે.

હવે આલિયા અને શાહીનની જોડી ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગઈ છે. શાહીને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જે ખૂબ જ ખાસ છે અને તેના પર આલિયા તરફથી કરવામાં આવેલી કમેન્ટે તસવીરને ચર્ચામાં લાવી દીધી છે. હકીકતે, શાહીન ભટ્ટે આલિયા ભટ્ટનો એક કોલાજ શૅર કર્યો છે, જેમાં આલિયા ભટ્ટની અટપટી તસવીરો છે. આ તસવીરોમાં આલિયાના જુદાં જુદાં એક્સપ્રેશન દેખાઇ રહ્યા છે.



 
 
 
View this post on Instagram

2019 and Alia’s Resting Stressed Face.

A post shared by Shaheen Bhatt (@shaheenb) onDec 30, 2019 at 2:46am PST


કોઇક તસવીરમાં આલિયા હેરાન દેખાય છે તો કેટલીક તસવીરોમાં સ્ટ્રેસ દેખાઇ રહી છે. શાહીને 9 તસવીરો સાથે એક કોલાજ બનાવ્યું છે અને તેને અપલોડ કરી છે. શાહીને તસવીર શૅર કરતાં લખ્યું છે, '2019 અને આલિયા માટે રેસ્ટિંગ સ્ટ્રેસ્ડ ફેસ'. તો આલિયાએ તેના પર કમેન્ટ કરી છે - 'WTF'. આ કમેન્ટ બાદ તસવીરની વધારે ચર્ચા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

જણાવીએ કે આલિયા ભટ્ટ આ વર્ષે બે ફિલ્મ 'ગલી બૉય' અને 'કલંક'માં જોવા મળી છે અને આ સિવાય બ્રહ્માસ્ત્ર અને ગંગૂબાઈ જેવા પ્રૉજેક્ટ માટે કામ કરી રહી છે. જો શાહીન અને આલિયાની વાત કરીએ તો તાજેતરમાં શાહીનની એક બુક પણ આવી છે. આ બુકમાં શાહીને પોતાની ડિપ્રેશનની જર્ની વિશે લખ્યું છે અને બુક લૉન્ચ સાથે જોડાયેલા એક કાર્યક્રમ દરમિયાન જ આલિયા પણ ભાવુક થઈ ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 05:20 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK