28 ઓગસ્ટે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલિઝ થશે આલિયા ભટ્ટની 'સડક 2'

Published: Aug 06, 2020, 15:16 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મનું પોસ્ટર થયું જાહેર

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapoor), પૂજા ભટ્ટ (Pooja Bhatt) સ્ટારર ફિલ્મ 'સડક 2' 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રિલિઝ તારીખ અને પોસ્ટર શૅર કર્યું છે.

'સડક 2'નું પોસ્ટર શૅર કરતા આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'સડક 2', 28 ઓગસ્ટે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.

આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ (Mahesh Bhatt)એ કર્યું છે. 29 વર્ષ પહેલા પણ મહેશ ભટ્ટે જ 'સડક'નું દિગ્દર્શન કર્યું હતું. જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે. 'સડક' ફિલ્મ 1991માં આવી હતી. જેના 29 વર્ષ બાદ 'સડક 2' આવી રહી છે. સડકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટ લીડ રોલમાં હતો અને 'સડક 2'માં પણ બન્ને જોવા મળશે. તે સિવાય આ ફિલ્મમાં જીશુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK