આલિયા ભટ્ટ નીકળી જંગલની સફારી પર, આફ્રિકન ભાષામાં કરી આ વાત...

Published: Sep 21, 2019, 18:17 IST | મુંબઈ ડેસ્ક

અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના યૂટ્યુબ ચેનલ પર એક નવો વ્લૉગ શૅર કર્યો છે

આલિયા ભટ્ટ નો મેકઅપ લૂક
આલિયા ભટ્ટ નો મેકઅપ લૂક

બોલીવુડની સૌથી સારી એક્ટ્રેસમાંની એક આલિયા ભટ્ટ પોતાના ચાહકો માટે નવી આફ્રિકા સફારી લઈને આવી છે. હાઁ, તાજેતરમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના યૂટ્યુબ ચેનલ પર એક નવો વ્લૉગ શૅર કર્યો છે જેમાં તે આફ્રિકાનો આનંદ માણતી અને માહિતી આપતી જોવા મળે છે.

આલિયા ભટ્ટે કેટલાક મહિના પહેલા જ પોતાના યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી છે. આ ચેનલમાં તે ઘણીવાર પોતાની રિયલ લાઇફ સાથે જોડાયેલી વાતો અને માહિતી શૅર કરતી હોય છે. આલિયા ભટ્ટ કેટલાક મહિના પહેલા પોતાના કહેવાતા બૉયફ્રેન્જ સાથે કેન્યા ગઈ હતી જ્યાં તેણે એક વ્લૉગ તૈયાર કર્યો છે. આ વાતની માહિતી આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરી છે. આલિયાએ લખ્યું, જંગલમાં તમારું સ્વાગત છે, મારી આફ્રિકન સફારીનો નવો વ્લૉગ પ્રસ્તુત છે.

 
 
 
View this post on Instagram

Welcome to the jungle 🐾🦓🍃🦁🐘 New vlog on my beautiful African Safari now up.. Link in bio

A post shared by Alia 🌸 (@aliaabhatt) onSep 19, 2019 at 5:06am PDT

પોતાના વ્લૉગમાં આલિયાનો નો મેકઅપ લૂક દેખાય છે. આ વીડિયોમાં આલિયાએ સુંદર રીતે આફ્રિકાની શૉર્ટ ટ્રીપ દર્શાવી છે. આલિયા આમાં જણાવે છે કે આ વીડિયો રેકૉર્ડ કરવા માંગતી નહોતી, કારણકે નેચરને નજીકથી જાણવા માટે તે ઇચ્છતી હતી કે કોઇ ટેક્નોલૉજીનો ઉપયોગ ન કરવો, પણ પછી મન બદલી લીધું. આલિયાએ આ ટ્રિપમાં કેટલાય આફ્રિકન મિત્રો પણ બનાવ્યા છે જે તેને આફ્રિકન ભાષા બોલતાં શીખવાડી રહ્યા છે. અભિનેત્રીએ દરમિયાન કેટલાય સારા શબ્દો શીખ્યા છે.

આલિયા ભટ્ટ આ ટ્રિપમાં પણ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવાનું ભૂલી નથી. તેમણે મોટા મજેદાર રીતે પોતાના આફ્રિકન મિત્રો સાથે ફિલ્મનું નામ બોલાવ્યું છે. આ વીડિયોને ખૂબ જ ઓછા સમયમાં મિલિયન વ્યૂઝ અને લાઇક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

જણાવીએ કે આલિયા ટૂંક સમયમાં જ બ્રહ્માસ્ત્ર અને સડક 2માં જોવા મળશે. તાજેતરમાં જ તેણે ફિલ્મ સડક 2નું શૂટિંગ પૂરું કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK