આલિયાની બહેન શાહીને કહ્યું,સુસાઇડના પ્રયત્ન વખતે શું ચાલતું હતું મગજમાં

Published: Jan 18, 2020, 13:16 IST | Mumbai Desk

શાહીન અને આલિયા ભટ્ટ 'ધ તારા શર્મા શૉ' પર પોતાની મા સોની રાજદાન સાથે જોવા મળી. શાહીને આ શૉ પર પોતાના સુસાઇડને લઈને પણ વાત કરી.

બોલીવુડમાં ઘણીવાર કોઇકને કોઇક સ્ટારના ડિપ્રેશનમાં આવવાના સમાચાર સામે આવતાં રહે છે. કેટલાક સમય પહેલા સુપરસ્ટાર દીપિકા પાદુકોણના ડિપ્રેશન સાથે લડવાની ખબરે બધાને ચોંકાવી દીધી હતી. તો અભિનેત્રી આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ ડિપ્રેશનનો શિકાર બની ચૂકી છે. પણ બન્ને પોતાના ડિપ્રેશનને લઈને ખૂબ જ વાત કરતી રહે છે. શાહીન 13 વર્ષની ઉંમરથી જ આ ડિપ્રેશનનો ભોગ બની ચૂકી હતી અને આ વાતને પબ્લિકલી જણાવી ચૂકીછે. એટલું જ નહીં શાહીન અને આલિયા ભટ્ટ 'ધ તારા શર્મા શૉ' પર પોતાની મા સોની રાજદાન સાથે જોવા મળી. શાહીને આ શૉ પર પોતાના સુસાઇડને લઈને પણ વાત કરી.

'ધ તારા શર્મા શૉ'ના આ 33 સેકેન્ડના પ્રોમોમાં તારા શાહીનના વિચારો વિશે જાણવા માગો છો દે સુસાઇડનો પ્રયત્ન કરતાં પહેલા તેના મગજમાં ચાલતા હતા. તારાના સુસાઇડવાળા સવાલ પર શાહીને કહ્યું કે, "હું કંઇ જ વિચારતી ન હતી. બસ મને એવું લાગતું હતું કે હું આ સહી નહીં શકું. બારીની બહાર જોતાં અંતરથી એટલું બધું ખાલી અનુભવ કરવા નહોતી માગતી."

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

શાહીન સિવાય આ શૉમાં હાજર તેની બહેન આલિયાએ કહ્યું કે ડિપ્રેશનને કોઇપણ બીજી બીમારીની જેમ જ ટ્રીટ કરવું જોઇએ. તો તેની મા સોની રાજદાને આ વિશે વાત કરતાં કહ્યું કે સૌથી પહેલા આ વિસે પોતાના માતા-પિતાને જણાવવું જોઇએ. જણાવીએ કે શાહીન ડિપ્રેશન પર એક પુસ્તક પણ લખી ચૂકી છે. તેના પુસ્તકનું નામ છે 'I have never been unhappier' આ પુસ્તકમાં શાહીને પોતાની બીમારી અને તેનો સામનો કેવી રીતે કરવો તે બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK