કંગનાને પદ્મશ્રીની જાહેરાત બાદ આલિયાએ મોકલ્યા ફૂલ, આ છે રિએક્શન

Published: Jan 27, 2020, 17:57 IST | Mumbai Desk

આ જુઓ આલિયાએ પણ કંગનાને ફૂલ મોકલ્યા છે, કંગનાને ખબર નહીં પણ મને ખૂબ જ આનંદ આવી રહ્યો છે.

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે કંગના રણોતને પ્રતિષ્ઠિત પદ્મ શ્રી મળવાની જાહેરાત બાદ એક બુકે મોકલ્યો છે. તેના પર કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલ ચકિત રહી ગઈ અને તેણે પોતાની ભાવનાઓ ટ્વિટર પર વ્યક્ત કરી છે.

પુષ્પગુચ્છની એક તસવીર શૅ કરતા રંગોલીએ લખ્યું, "આ જુઓ આલિયાએ પણ કંગનાને ફૂલ મોકલ્યા છે, કંગનાને ખબર નહીં પણ મને ખૂબ જ આનંદ આવી રહ્યો છે." કંગનાએ ઘણીવાર આલિયા પર નિશાનો સાધ્યો છે. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ આલિયાને કરણ જોહરની કઠપૂતળી બનવાને બદલે પોતાનો અવાજ બુલંદ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

કંગનાએ કહ્યું હતું, "મેં તેને કહ્યું કે જો તે ફક્ત પૈસા કમાવવા પર ધ્યાન આપતાં પોતાનો અવાજ નથી ઉઠાવી શકતી, તો તેની સફળતાનો કોઇ મૂલ્ય નથી. આશા છે કે તે સફળતાના યોગ્ય મૂલ્યો સમજશે અને પોતાની જવાબદારીઓ સમજે છે. નેપોટિસ્મ ગેંગનું જીવન ફક્ત ઋણ ચડાવવા અને લેવા માટે છે. આસા છે કે તે આનાથી ઉપર ઉઠશે."

એક અન્ય અવસર પર કંગનાએ ગલી બૉયમાં આલિયાના પ્રદર્શનને 'એવરેજ દરજ્જા'નું જણાવ્યું હતું. કંગનાએ કહ્યું કે તે 'શર્મિંદા' હતી કે આલિયા સાથે તેની તુલના કરવામાં આવી રહી છે. એક અન્ય ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે "મીડિયાએ ફિલ્મી બાળકોને ખૂબ જ પ્રેમ કર્યો છે. એવરેજ દરજ્જાના કામના વખાણ કરવાનું બંધ કરો, નહીં તો તે ક્યારેય ઉપર નહીં આવે."

 
 
 
View this post on Instagram

⭐️

A post shared by Alia ☀️ (@aliaabhatt) onDec 8, 2019 at 10:12am PST

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

આલિયાએ કંગનાની વાતોનો ક્યારેય જવાબ નથી આપ્યો. કંગના રણોતને તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પંગાને બૉક્સ ઑફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકોએ પણ પસંદ કરી હતી. આ ફિલ્મમાં કંગના એક કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં દેખાશે. કંગના રણોત સિવાયકરણ જોહરને પણ પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK