'સડક 2'નું શૂટિંગ ખતમ કરી આલિયા લંડન રવાના, રણબીર સાથે રજા માણવા જવાની અટકળો

Published: Oct 22, 2019, 16:33 IST | મુંબઈ

સડક 2નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ આલિયા ભટ્ટ લંડન રવાના થઈ છે. આલિયા રણબીર સાથે હોલીડે પર જવાની અટકળો છે.

આલિયા ચાલી લંડન
આલિયા ચાલી લંડન

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર કૂલ અંદાજમાં નજર આવી.તેણે પાપારાઝીઓ સામે હસીને જોયું અને ત્યાંથી નીકળી ગઈ. આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી સડક 2નું શૂટિંગ કરી રહી હતી. જે ખતમ કરીને તે લંડન જવા રવાના થઈ છે.

 
 
 
View this post on Instagram

priceless moments with the big sister.. ☀️ #sadak2 #sadak2diaries

A post shared by Alia 🌸 (@aliaabhatt) onOct 18, 2019 at 1:01am PDT


મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લંડનમાં રણબીર સાથે રજાઓ માણવા જઈ રહી છે. રણબીર કપૂર પહેલાથી જ લંડનમાં છે. આલિયા અને રણબીર ઘણીવાર સાથે નજર આવે છે. એવી અટકળો ચાલી રહી છે કે બંને લગ્ન પણ કરી શકે છે. બંનેના લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જો કે આલિયાએ તેના પર જવાબ પણ આપી દીધો છે.

આ પણ વાંચોઃ લગ્નના કાર્ડ બાબતે આલિયા ભટ્ટે આપ્યું રિએક્શન, જુઓ વીડિયો

કામની વાત કરીએ તો બોલીવુડનું આ હૉટ કપલ જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવવાની છે. આલિયા હાલ ગંગૂભાઈ કાઠિયાવાડી, સડક 2માં નજર આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK