આલિયા ભટ્ટે હાલમાં જ કંગના રનોટની કમેન્ટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે તેણે એવું કંઈ કર્યું નથી કે તેને કંગના પાસેથી આવા સખત શબ્દો સાંભળવા મળે. કંગનાએ હાલમાં જ જણાવ્યું હતું કે આલિયા તો કરણ જોહરની કઠપૂતળી છે. તેણે નારી સશક્તિકરણની મારી ફિલ્મને સપોર્ટ કરવો જોઈએ. કંગનાનાં આવાં નિવેદનો બાદ આલિયાએ કહ્યું હતું કે ‘જો તેને મારા વિશે કોઈ ફરિયાદ હોય તો હું તેને પર્સનલી મળીને એ વિશે ચર્ચા કરીશ. હું આ સંદર્ભે મીડિયામાં બોલવા નથી માગતી. હું આ અગાઉ પણ કહી ચૂકી છું કે એક કલાકાર તરીકે હું તેની ખૂબ પ્રશંસા કરું છું. તે સ્પષ્ટવક્તા છે અને તેની એ વિશેષતાની પણ હું કાયલ છું. જો મેં તેને કદાચ અજાણતાં નારાજ કરી હોય તો હું એ વિશે નથી જાણતી. ખરું કહું તો મારો એવો કોઈ ઇરાદો પણ ન હોઈ શકે. મેં એવું વર્તન નથી કર્યું જેના કારણે મને આવાં રીઍક્શન મળે.’
આ પણ વાંચો : હું રેસિસ્ટ ન હોવાથી કોઈ મને એ કહે એ પસંદ નથી : ઈશા ગુપ્તા
જર્મનીમાં ગલી બૉયની ધૂમ
‘ગલી બૉય’નો પ્રીમિયર શો જર્મનીના બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજવામાં આવ્યો હતો. એ અગાઉ રેડ કાર્પેટ પર રણવીર સિંહ અને આલિયા ભટ્ટે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. સુંદર ગાઉનમાં સજ્જ આલિયા સાથે સેલ્ફી લેવા માટે લોકો ઊમટી પડ્યા હતા.
Gully Boy:ત્રીજા દિવસે કલેક્શનમાં થયો વધારો, 50 કરોડને પાર
Feb 17, 2019, 15:50 ISTBox Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી
Feb 16, 2019, 14:27 ISTરણબીર કપૂર-આલિયા ભટ્ટ ઝઘડતા દેખાયા, જુઓ વીડિયો
Feb 15, 2019, 07:57 ISTઆલિયા રણબીર સાથે ઉજવશે વેલેન્ટાઈન, કેટરીના પણ સલમાન સાથે....
Feb 14, 2019, 17:18 IST