Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના કાર્ડ બાબતે આલિયા ભટ્ટે આપ્યું રિએક્શન, જુઓ વીડિયો

લગ્નના કાર્ડ બાબતે આલિયા ભટ્ટે આપ્યું રિએક્શન, જુઓ વીડિયો

22 October, 2019 04:10 PM IST | મુંબઈ ડેસ્ક

લગ્નના કાર્ડ બાબતે આલિયા ભટ્ટે આપ્યું રિએક્શન, જુઓ વીડિયો

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


સોશિયલ મીડિયા પર એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનો ડુપ્લિકેટ કાર્ડ વાયરલ થઈ રહ્યો છે. આ કાર્ડ પ્રમાણે, રણબીર અને આલિયાના લગ્ન 22 જાન્યુઆરી 2020ના થવા જઈ રહ્યા છે અને આ કાર્ડમાં ઘણી બધી ભૂલો પણ છે. જ્યારે આ કાર્ડ વાયરલ થવાની વાત આલિયા ભટ્ટ સુધી પહોંચી તો અભિનેત્રીનું આ રિએક્શન જોવા જેવું છે. અભિનેત્રી આ બાબતનો જવાબ આપવાને બદલે જોર જોરથી હસવા લાગે છે.

હકીકતે, આલિયા એરપોર્ટ પર પહોંચી તો ફોટોગ્રાફરે તેને લગ્નના કાર્ડ વિશે પૂછ્યું. ફોટોગ્રાફર્સ પૂછવા માગતા હતા કે શું 20 જાન્યુઆરી 2020ના તેમના લગ્નની વાત સાચી છે... તો અભિનેત્રી જવાબ આપવાને બદલે જોર જોરથી હસવા લાગી. હસતાં હસતાં આલિયા એરપોર્ટના ગેટ સુધી પહોંચી ગઈ અને તેના પછી પણ ફોટોગ્રાફર્સે સવાલ કર્યો તો તેણે હસતાં હસતાં કહ્યું, "શું કહું?"




જો કે જ્યારે ફોટોગ્રાફર્સે આ વાતની હકીકત જાણવા પ્રયત્ન કર્યો તો આલિયાએ ના પાડી દીધી. આલિયાએ કંઇ કહ્યું નહીં, પણ તેણે સંકેતો દ્વારા ના પાડી દીધી અને ત્યાર બાદ તે એરપોર્ટની અંદર ગઈ. આ દરમિયાન આલિયા ભટ્ટે રેડ કલરનું ટ્રાઉઝર અને વાઇટ ટીશર્ટ પહેર્યું હતું અને ખભે જેકેટ લીધી હતી. અભિનેત્રીએ ભલે આ સવાલનો જવાબ ન આપ્યો હોય, પણ તેના રિએક્શન જોવા જેવા હતા.


 
 
 
View this post on Instagram

Good morning ❤ #aliabhatt

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 21, 2019 at 9:32pm PDT

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

જણાવીએ કે સોશિયલ મીડિયા પર એક વેડિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેમાં દૂલ્હાની જગ્યાએ રણબીર કપૂર અને દુલ્હનના નામની જગ્યાએ આલિયા ભટ્ટનું નામ લખેલું છે અને લોકો આ શૅર પણ કરી રહ્યા છે. વાયરલ કાર્ડમાં અનેક ભૂલો છે જે એ જણાવવા માટે પૂરતું છે કે આ કાર્ડ ફેક છે. કાર્ડમાં આલિયાના પિતાના નામ મહેશ ભટ્ટને બદલે મુકેશ ભટ્ટ લખ્યું છે. એટલે કે આલિયા ભટ્ટને મુકેશ ભટ્ટની દીકરી કહેવામાં આવ્યું છે. કાર્ડમાં 'દુલ્હન' એટલે કે આલિયા ભટ્ટના નામના સ્પેલિંગમાં પણ ભૂલ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 04:10 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK