Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંચ ડેટ પર આલિયા ભટ્ટે પહેર્યો 3.8 લાખનો ગાઉન

લંચ ડેટ પર આલિયા ભટ્ટે પહેર્યો 3.8 લાખનો ગાઉન

23 March, 2019 07:58 PM IST |

લંચ ડેટ પર આલિયા ભટ્ટે પહેર્યો 3.8 લાખનો ગાઉન

આલિયા ભટ્ટ (ફાઈલ ફોટો)

આલિયા ભટ્ટ (ફાઈલ ફોટો)


બોલીવુડ સેલિબ્રિટીઝ શું પહેરે છે, કઈ બ્રાન્ડ વાપરે છે અને તેમની એસેસરીઝની કિંમત કેટલી છે, તેના પર હંમેશા ફેન્સની નજર હોય છે. સેલિબ્રિટીઝ પણ આ મામલે ખાસ ધ્યાન રાખતા હોય છે. ખાસ કરીને બોલીવુડ હિરોઈન્સ જે પહેરે તે ટ્રેન્ડ બની જાય છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે લંચ ડ્રેટ પર જે ગાઉન પહેર્યો હતો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. bollywoodlife.comના રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં જ લંચ ડેટ પર ગયેલી આલિયા ભટ્ટે જે કપડા પહેર્યા હતો તેની કિંમત છે 3.8 લાખ રૂપિયા.

જી હાં, તાજેતરમાં જ આલિયા ભટ્ટ પોતાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર સાથે લંચ ડેટ પર જોવા મળી હતી. જેમાં તેણે ANDની ફ્લોરલ મેક્સી પહેરી હતી. આ મેક્સીની સાથે આલિયા ભટ્ટે Gucciનું બ્લૂ ડેનિમ જેકેટ પહેર્યું હતું. આ ડેટ પર આલિયા ભટ્ટે ડિયોરની બેગ કેરી હતી જેની કિંમત છે 2,02, 500 રૂપિયા. જો તમે આ બેગની કિંમત જાણીને ચોંકી ગયા હો તો હવે ડેનિમ જેકેટની કિંમત પણ જાણી લો. આલિયા ભટ્ટે પહેરેલા આ બ્લૂ ડેનિમ જેકેટની કિંમત ઈન્ટરનેટ પર 1,83,820 રૂપિયા દર્શાવે છે.



જુઓ આલિયા ભટ્ટે લંચ ડેટ પર શું કૅરી કર્યું હતું.


 
 
 
View this post on Instagram

The super chic Alia Bhatt in our floral maxi dress from the latest Summer ‘19 collection! @aliaabhatt #AndWoman #ThatSummerFeeling

A post shared by AND (@stylebyand) onMar 18, 2019 at 6:54am PDT



ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની લાસ્ટ ફિલ્મ ગલી બૉય હિટ સાબિત થઈ હતી. જેમાં આલિયા ભટ્ટે એક મુસ્લિમ યુવતીનો રોલ કર્યો હતો. આલિયા ભટ્ટનો આગામી પ્રોજેક્ટ કરણ જોહરની ફિલ્મ કલંક છે. જેમાં તેની સાથે વરુણ ધવન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત, અને માધુરી દિક્ષીત નેને છે. જે 17 એપ્રિલે રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ Kalank:ફિલ્મનું બીજું ગીત 'ફર્સ્ટ ક્લાસ' થયું રિલીઝ

કલંક બાદ આલિયા ભટ્ટ સલમાન ખાન સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાઅલ્લાહમાં દેખાશે. આ ફિલ્મ 2020માં ઈદના દિવસે રિલીઝ થશે. 2020માં આલિયા ભટ્ટ કરણ જોહરની જ વધુ એક ફિલ્મ તખ્તમાં પણ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 07:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK