Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેક્સિએસ્ટ એશિયન ફીમેલ બની આલિયા

સેક્સિએસ્ટ એશિયન ફીમેલ બની આલિયા

14 December, 2019 11:25 AM IST | Mumbai

સેક્સિએસ્ટ એશિયન ફીમેલ બની આલિયા

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટને એશિયાની સેક્સિએસ્ટ ફીમેલ ૨૦૧૯ બનાવવામાં આવી છે. લંડનના વીકલી મૅગેઝિન ઈસ્ટર્ન આઇએ આ લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટ ઑનલાઇન વોટ દ્વારા બનાવવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર મળનારી પ્રતિક્રિયાઓના આધાર પર એને તૈયાર કરવામાં આવે છે. ‘સેક્સિએસ્ટ એશિયન ફીમેલ’ના લિસ્ટમાં ટૉપ પર આલિયા છે તો બીજું સ્થાન દીપિકા પાદુકોણને મળ્યું છે. ત્રીજા સ્થાન પર ટેલિવિઝન સ્ટાર હિના ખાન છે. ચોથા પર પાકિસ્તાની ઍક્ટર માહિરા ખાન છે. પાંચમા ક્રમાંકે સુરભી ચંદના, છઠ્ઠા નંબરે કૅટરિના કૈફ, સાતમા નંબરે શિવાંગી જોશી, આઠમા ક્રમાંકે નિયા શર્મા, નવમા સ્થાને મેહવિશ હયાત અને દસમા નંબરે પ્રિયંકા ચોપડા જોનસ છે.

આ પણ વાંચો : કાર્તિક અને સારા ફરી એકવાર સાથે જોવા મળી શકે છે



પોતાને મળેલા પહેલા નંબર પર ખુશી વ્યક્ત કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ખરી સુંદરતા જે દેખાય છે એના કરતાં ઘણી આગ‍ળ હોય છે. એ જ બાબત વધુ મહત્વ ધરાવે છે. ઉંમર વધતાં દેખાવ પણ બદલાઈ જશે. જોકે દિલ સારું હોય તો એ તમને હંમેશાં સુંદર બનાવી રાખે છે. આ જ વસ્તુ પર આપણે સૌને ધ્યાન રાખવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 11:25 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK