Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર વિશે કંગનાના આ શબ્દોથી આલિયાએ આપ્યો વળતો જવાબ

રણબીર વિશે કંગનાના આ શબ્દોથી આલિયાએ આપ્યો વળતો જવાબ

07 March, 2019 07:09 PM IST |

રણબીર વિશે કંગનાના આ શબ્દોથી આલિયાએ આપ્યો વળતો જવાબ

આલિયા ભટ્ટ, કંગના રણૌટ

આલિયા ભટ્ટ, કંગના રણૌટ


કંગના રણૌટના રણબીર કપૂર વિશેના આવા નિવેદનને લઈને આલિયા ભટ્ટ પોતાને વળતો જવાબ આપતા રોકી શકી નહીં. કંગના રણૌટ એવી અભિનેત્રી છે જે કોઈપણ મોટા અભિનેતા વિરુદ્ધ કંઈ પણ બોલતા ગભરાતી નથી. તાજેતરમાં જ 'મણિકર્ણિકા'ની સક્સેસ પાર્ટી દરમ્યાન કંગનાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને આડે હાથે લીધા હતા. હકીકતે કંગનાએ રણબીર કપૂર વિશે રાજકારણીય મુદ્દે કોઈપણ દ્રષ્ટિકોણ રજૂ ન કરતા તેને ગેરજવાબદાર કહ્યું હતું.

જાણો આલિયા ભટ્ટે શું જવાબ આપ્યો કંગનાને



કંગનાએ રણબીરને લઈને કહ્યું હતું કે, "રણબીર કપૂર કહે છે કે આપણે પૉલિટિક્સ વિશે શું કામ કંઈ બોલીએ? અમે શું કર્યું? અમે કંઈ નથી કર્યું. એમ ન ચાલે તમારે જવાબદાર બનવું પડે. તમે જાણો છો કે આ દેશના કારણે તમારું ઘર છે. આ દેશવાસીઓના પૈસા છે જેને કારણે તમે મર્સિડીઝમાં બેસો છો. તમે આવી વીત કરી જ કેમ શકો?"


આલિયા ભટ્ટનું કહેવું છે કે દરેકમાં ખુલીને વાત કરવાની ક્ષમતા નથી હોતી. હકીકતે એક ઈવેન્ટમાં આલિયા ભટ્ટને આ વિશે સવાલ કરવામાં આવ્યા હતા કે કંગના રણોટે રણબીર કપૂર વિશે જે પણ કહ્યું તે કેટલી હદે સત્ય છે. આ વાતના જવાબરૂપે આલિયાએ કંઈક આવું કહ્યું કે, "મારામાં કંગનાની જેમ ખુલીને વાત કરવાની ક્ષમતા નથી પણ હું કંગનાની હાજરજવાબી માટે તેની રિસ્પેક્ટ કરું છું. હા એક રીતે તે સાચ્ચી પણ છે. ક્યારેક ક્યારેક એવું બને કે આપણે પીછેહટ કરી લેતા હોઈએ છીએ. આપણને લાગે છે કે કેમ કારણ વગર બોલવું? મારા વિચાર છે મારા સુધી જ રાખવા માંગુ છું. મારા પિતા મને હંમેશા મને કહેતા હોય છે કે વિશ્વમાં દરેક વ્યક્તિ દરેક વાત પર પોતાનો વિચાર ધરાવે છે. તમે જો તેને પ્રસ્તુત નહીં કરો તો તેનાથી કોઈ ફરક પડી જતો નથી"

આ પણ વાંચો : Viral Post : 62ની ઉંમરમાં 26નો દેખાય છે અનિલ કપૂર


અહીં જણાવીએ કે જૉન અબ્રાહમે કંગના રણૌટનું સમર્થન કર્યું હતું. જૉને કહ્યું કે, "જો અભિનેતા પૉલિટિકલી અવેર નથી તો તેણે આવું જરૂરથી કરવું જોઈએ. મને લાગે છે કે કંગના રણૌટને ઘટનાની જાણ હોય છે. જો તમે પોલિટિકલી અવેર હોવ તો તમારે તમારી રાય પ્રસ્તુત કરવી જોઈએ. જો તમને બિહારથી લઈને સીરિયા સુધીમાં શું થઈ રહ્યું છે તેની જાણ ન હોય તો તમારે ચુપ જ રહેવું જોઈએ."

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 07:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK